દાહોદ જિલ્લામાં કોરોના વિષાણું સંક્રમણ સામે માનસિક ભય અનુભવી રહેલા નાગરિકો માટે હેલ્પ લાઇન શરૂ

અનવર ખાન પઠાણ

માનસિક રોગના નિષ્ણાંત ડોક્ટરો અને મનોચિકિત્સકોની ટીમ દ્વારા નાગરિકોને ઓનલાઇન કાઉન્સેલીંગ-સલાહ આપવામાં આવશે
દાહોદ તા.૧૭કોરોના વિષાણું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે લોકોમાં આ વૈશ્વિક મહામારી પ્રત્યે ભયનો માહોલ ઉભો થયો છે. આ કપરા સમયે જયારે સામાન્ય નાગરિકે સતત ઘરમાં જ રહેવું અનિવાર્ય બની ગયું છે ત્યારે માનસિક સ્વાસ્થ્યને ટકાવી રાખવું પણ ખૂબ જરૂરી બન્યું છે ત્યારે દાહોદ જિલ્લાના નાગરિકો કોઇ પણ માનસિક પરેશાની નો સામનો કરી રહ્યા હોય કોઇ મૂંઝવણ અનુભવી રહ્યા હોય તો તેમની મદદ કરવા માટે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે.
ઝાયડસ મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પીટલ, દાહોદના માનસિક રોગના નિષ્ણાંત ડોક્ટરો અને મનોચિકિત્સકોની ટીમ દ્વારા નાગરિકોને ઓનલાઇન કાઉન્સેલીંગ-સલાહ આપવામાં આવશે. માનસિક મૂંઝવણ અનુભવી રહેલા નાગરિકો ફક્ત એક ફોન કરીને શારિરીક માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે જરૂરી માહિતી-માર્ગદર્શન મેળવી શકશે.
આ માટેના હેલ્પલાઇન નંબર અને ડોક્ટરોની માહિતી આ મુજબ છે. ડો. નરેશ પી. નીનામા – ૯૮૨૫૫૨૧૨૩૮, ડો. પુનમ કે. મુનીયા – ૯૫૫૮૮૦૬૯૩૮, ડો. દક્ષા જે. ભુરીયા – ૯૯૦૯૯૫૫૦૦૮.
#sindhuuday dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: