દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆના ભડભા ગામનો બનાવ : ટ્રેક્ટર અને મારૂતિ વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એકનું મોત નીપજ્યું
દાહોદ.તા.૦૩
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભડભા ગામે પેટ્રોલ પંપની આગળ ત્રણ રસ્તા સામે હાઈવે રોડ પર ટ્રેક્ટર અને મારૂતી સુઝુકી વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા સ્કુટર ચાલકનું સારવાર દરમ્યાન મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે.
એક ટ્રેક્ટર ચાલક તેના કબજાનું જીજે-૨૦ એન૨૧૩ નંબરનું ટ્રેક્ટર ગત તા. ૨૫- ૯-૨૦૨૩ના રોજ સાંજના પાંચેક વાગ્યાના સુમારે પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી દેવગઢ બારીઆના ભડભા ગામે પેટ્રોલપંપની આગળ ત્રણ રસ્તા સામે હાઈવે રોડ પર આગળ જઈ રહેલ જીજે-૦૨ બી.એન ૯૦૫૧ નંબરના મારૂતી સુઝુકી કંપનીના સ્કુટરને પાછળથી જાેશભેર ટક્કર મારી સ્કુટર ચાલક પંચમહાલ જિલ્લાના સરસાવ ગામના તળાવ ફળિયામાં રહેતા દીલીપભાઈ ગમજીભાઈ પટેલને પાડી દઈ તેના બરડાના ભાગે ટ્રેક્ટરના બંને તોતીંગ પૈડા ચઢાવી દઈ ગંભીર ઈજાઓ કરી ટ્રેક્ટર ચાલક તેનું ટ્રેક્ટર થોડે આગળ લઈ જઈ ત્યાં મૂકી નાસી જતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ગંભીર ઈજાગ્રસ્ત દીલીપભાઈ ગમજીભાઈ પટેલને સારવાર માટે ૧૦૮ મારફતે દેવગઢ બારીઆ સરકારી દવાખાને મોકલી આપ્યા હતાા ત્યાંથી વધુ સારવાર માટે દીલીપભાઈ પટેલને અન્ય દવાખાને રીફર કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું.
આ સંબંધે મરણ જનાર દીલીપભાઈ પટેલના નાનાભાઈ મહેશભાઈ ગમજીભાઈ પટેલે દેવગઢ બારીઆ પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલિસે આ સંદર્ભે ટ્રેક્ટર ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.