દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના દુધામલિ ગામેથી પોલીસે એક રહેણાંક મકાનમાંથી રૂા.૫૦ હજાર ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
દાહોદ.તા.૦૩
દાહોદ જિલ્લાના ધાનપુર પોલિસે દુધામલી ગામે પુજારા ફળિયામાં એક બુટલેગરના રહેણાંક મકાનમાં ધમધમતા વિદેશી દારૂના અડ્ડા પર વહેલી સવારે ઓચિંતી પ્રોહી રેડ પાડી રૂપિયા ૫૦ હજાર ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂ-બીયરનો જથ્થો પકડી પાડ્યાનું જાણવા મળ્યું છે.
ધાનપુર તાલુકાના દુધામલી ગામે પુજારા ફળિયામાં રહેતા સનુભાઈ ધીરસીંગભાઈ મોહનીયા નામના બુટલેગરના રહેણાંક મકાનમાં ધમધમતા વિદેશી દારૂના અડ્ડા પર ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની ધાનપુર પોલિસને બાતમી મળી હતી જે બાતમીના આધારે ધાનપુર પોલિસની ટીમે ગઈકાલે સવારે સાડા છ વાગ્યાના સુમારે દુધામલી ગામના બુટલેગર સનુભાઈ ધીરસીંગભાઈ મોહનીયાના રહેણાંક મકાનમાં ધમધમતા વિદેશી દારૂના અડ્ડા પર ઓચિંતી પ્રોહી રેડ પાડી મકાનમાંથી પોલિસે રૂા. ૫૦,૪૦૦ની કુલ નંગ-૩૮૪ પકડી પાડી કબજે લીધી હતી જ્યારે પોલિસની રેડ સમયે બુટલેગર સનુભાઈ ધીરસીંગભાઈ મોહનીયા ઘરે હાજર ન હોવાથી પોલિસ તેને પકડી શકી ન હતી.
આ સંબંધે નોંધાવેલ ફરિયાદને આધારે ધાનપુર પોલિસે દુધામલી ગામના પુજારા ફળિયામાં રહેતા બુટલેગર સનુભાઈ ધીરસીંગભાઈ મોહનીયા વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.