અશ્લીલ મેસેજ કરીને અભદ્ર માગણી કરતો રોમિયો ઝડપાયો,
*સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223*
અશ્લીલ મેસેજ કરીને અભદ્ર માગણી કરતો રોમિયો ઝડપાયો,
યુવતીને ફેક ઇન્સ્ટાથી મોકલતો મેસેજ ને….. મહીસાગર લૉકલ ક્રાઇમ બ્રાન્ચે આજે એક એવા આરોપીને ઝડપી પાડ્યો છે, જે છોકરીને નકલી સોશ્યલ મીડિયા એકાઉન્ટ મારફતે અશ્લીલ મેસેજ મોકલીને સતત હેરાનગતિ કરતો રહેતો હતો. આરોપીનું નામ સમર્થકુમાર ડાયાભાઇ પટેલ છે. મળતી માહિતી પ્રમાણે, મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાની આ ઘટના છે, અહીં ગ્રામ્ય વિસ્તારની યુવતીને આરોપી સમર્થકુમાર પટેલ હેરાનગતિ કરતો રહેતો હતો. સમર્થ કુમારે સોશ્યલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવ્યુ હતુ, અને આ એકાઉન્ટ મારફતે તે યુવતીને વારંવાર અશ્લીલ મેસેજ મોકલતો હતો અને સાથે અભદ્ર માગણીઓ પણ કરતો હતો. જોકે, આ મામલે કડાણાની ગ્રામ્ય વિસ્તારની યુવતીએ પોલીસમાં જાણ કરતી, બાદમાં મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટેકનિકલ સૉર્સની મદદથી આરોપીને ઝડપી પાડ્યો હતો. અત્યારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.