પતિ તથા સાસરીયાઓના ત્રાસથી વાજ આવેલ દેવધા ગામની પરણિતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
અનવરખાન પઠાણ
દાહોદ તા.૧૭
ગરબાડા તાલુકાના દેવધા ગામે એક પરણિતાને પતિ તથા સાસરિયાઓ દ્વારા શારિરીક તેમજ માનસીક ત્રાસ આપી ચરિત્ર પર ખોટા લાંછન લગાડતા અવાર નવાર મેણા ટોણા મારતા આવા અમાનુષી ત્રાસથી વાજ આવેલ પરણિતાએ પોતાના ઘરે ઘરની છત સાથે દોરડુ બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પંથકમાં ખળભળાટ સાથે પતિ તથા સાસરીયાઓ સામે ફીટકારની લાગણી વહેતી થવા પામી છે. ગરબાડા તાલુકાના દેવધા ગામે રહેતા ૩૩ વર્ષીય સંગીતાબેન નિલેશભાઈ દેહદાના લગ્ન નીલેશભાઈ હેમચંદભાઈ દેહદા સાથે થયા હતા. લગ્નના થોડા સમય સુધી સંગીતાબેનને સારૂ રાખ્યા બાદ પતિ નીલેશભાઈ, સસરા હેમચંદભાઈ છગનભાઈ દેહદા અને કિરણભાઈ હેમંચદભાઈ દેહદા દ્વારા સંગીતાબેનને મેણા ટોણા મારી કહેતા કતા કે, તું ખરાબ ચાલની છે, તને ઘરમાં રાખવાની નથી, તેમ કહી અવાર નવાર શારિરીક તેમજ માનસીક આપતા આવા ત્રાસથી કંટાળી સંગીતાબેને ગત તા.૧૫મી એપ્રીલના રોજ પોતાના ઘરમાં છતની સાથે દોરડુ બાંધી ગળે ફાંસો ખાઈ જીવનનો અંત આણી લેતા આ સંબંધે ગરબાડા તાલુકાના દશલા ગામે સરપંચ ફળિયામાં રહેતા ગવરાભાઈ બદીયાભાઈ પરમારે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
#Sindhuuday Dahod