નડિયાદ બ્રહ્માકુમારીઝ દ્વારા આયોજિત ગીતા જ્ઞાન વ્યાખ્યાન શ્રેણીનું ઉદ્ઘાટન થયું.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ બ્રહ્માકુમારીઝ દ્વારા આયોજિત ગીતા જ્ઞાન વ્યાખ્યાન શ્રેણીનું ઉદ્ઘાટન થયું
શ્રાધ્ધના દિવસોમાં વિશેષ ધર્મલાભ અર્થે બ્રહ્માકુમારીઝ નડીઆદ દ્વારા આયોજિત વ્યાખ્યાન શ્રેણીમાં ઉદ્ઘાટક તરીકે પધારેલા સંતરામ મંદિરના પૂ. મોરારીદાસ મહારાજે જણાવ્યું હતું કે શ્રીમદ્ ભાગવત ગીતાઆપણા જીવનનો એક ભાગ છે અને જયારે છેક માઉન્ટ આબુથી રાજયોગિની બ્રહ્માકુમારી ઉષાબેન પધાર્યા છેત્યારે નડીઆદવાસીઓએ તેના લાભ લેવો જોઈએ. ગીતાજીમાં જીવન ઉપયોગી અપાર બાબતો છે. અને સૌએતેને શીખવા જેવી છે. તેઓએ બ્રહ્માકુમારીઝ, નડીઆદની ૫૦ વર્ષની વિકાસયાત્રાને બીરદાવતાં બ્રહ્માકુમારીપૂર્ણિમાબેનને અભિનંદન પાઠવ્યાં હતાં.ઉદ્ઘાટન સમારંભમાં શરૂઆતમાં જ ભારતિય સંસ્કૃતિની ગૌરવગાથાને વર્ણવતું સુંદર નૃત્ય પ્રસ્તુત થયું હતું. નડીઆદ સબઝોનના સંચાલિકા બ્રહ્માકુમારી પૂર્ણિમાબેને સૌનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે વિશેષ નડીઆદ નગરપાલિકાના નવા વરાયેલા પ્રમુખ કિન્નરીબેન શાહનું તથા ગીતાજી પર જૈઓએ વિશેષ પુસ્તક લખેલાં છે તેવા ડો. યોગેશ આકરૂવાલા તથા હાર્દિક યાજ્ઞિકનું સંસ્થા તરફથી સન્માન કરવામાં આવ્યું હતું.આ વ્યાખ્યાન શ્રેણીના વ્યાખ્યાતા રાજયોગિની બ્રહ્માકુમારી ઉષાબેને પ્રથમ સત્રનું રસપાન કરાવતાં જણાવ્યું હતું કે ગીતાજીને સર્વ શાસ્ત્રોની મા કહેવામાં આવે છે. જીવનના હરેક પાઠ ની શિક્ષા ગીતાજીમાંથી મળી રહે છે. તેઓએ મહાભારતનાં સર્વ પાત્રોનાં રૂપકોની સમજ આપી વર્તમાન સમયમાં જ પાંડવો અને કૌરવો ઉપસ્થિત છે તેવી વાત કહી નકારાત્મતા અને પાપાચારથી દૂર રહી ધર્મ પરાયણ બનવાની શીખ આપી હતી.બહુ મોટી સંખ્યામાં આ વ્યાખ્યાનશ્રેણીનો લાભ લેવા માટે ધર્મપ્રેમી ભાઈ-બહેનો ઉમટી પડયા હતા. આ ધર્મલાભ ૬ ઓકટોબર સુધી સવારે ૬ થી ૮ તથા સાંજે ૬ થી ૮ સુધી મળતો રહેશે.