ફતેપુરા તાલુકાના હડમત થી ચોરાયેલ ઇક્કોગાડી સાથે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડતી સુખસર પોલીસ.

ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તાલુકાના હડમત થી ચોરાયેલ ઇક્કોગાડી સાથે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડતી સુખસર પોલીસ.

હડમત ગામે આગણામાં પાર્ક કરેલી ઇક્કો ગાડીનુ લોક તોડી ગાડી ચોરી કરી રહ્યા હતા નાયબ પોલીસ મહાનિરીક્ષક આર વી અસારી પંચમહાલ ગોધરા રેન્જ તથા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા ના ઓના મિલકત સંબંધી ચોરી તેમજ વાહન ચોરી સહિત સ્નેચિંગ જેવા ગુનાઓ ઉપર પરિણામલક્ષી કામગીરી કરી ગુન્હાઓ ડિટેક્ટ કરવા સૂચના આપેલ જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક ડી.આર.પટેલ ઝાલોદ,સી.પી.આઈ એચ.સી રાઠવા ના ઓના માર્ગદર્શન હેઠળ સુખસર પી.એસ.આઇ જી.બી ભરવાડના ઓ તથા સ્ટાફ દ્વારા સઘન તપાસ દરમિયાન ફતેપુરા તાલુકાના હડમત ગામે મંગળવાર રાત્રિના કોઇ ચોર લોકોએ આંગણામાં પાર્ક કરેલ ઇક્કો ગાડીનુ લોક તોડી ગાડી ચોરી કરી જતા તેની સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા સુખસર પોલીસે ચોરી થયેલ ઇક્કો ગાડી સહિત તેમાં સંડોવાયેલ આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી આરોપીને કાયદાના હવાલે મોકલી આપવામાં આવેલ હોવાનું જાણવા મળે છે. જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના નિશાળ ફળિયામાં રહેતા પરેશભાઈ રવજીભાઈ ચારેલ પોતાની ઇક્કો ગાડી ધરાવે છે.જેઓ મંગળવાર રાત્રિના નવેક વાગ્યાના અરસામાં જમી પરવારી ઘરના સભ્યો ઊંઘી ગયા હતા.ત્યારબાદ પરેશભાઈ ચારેલ રાત્રીના સાડા અગ્યારેક વાગ્યાના અરસામાં જાગતા અને બહાર નીકળતા આગણામાં પાર્ક કરેલ ઇક્કો ગાડીનંબર-જીજે.૦૧-આરડબલ્યુ.૯૩૯૯ જોવા મળેલ નહીં.જેની તપાસ શોધખોળ કરતા ગાડીનો કોઈ પત્તો લાગ્યો ન હતો.જેની જાણ સુખસર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. સદર ચોરાયેલ ફોરવીલર ઇક્કો ગાડી તથા મુદ્દામાલની તપાસમાં રહેતા ગણતરીના કલાકોમાં ગયેલ ઇક્કો ફોર વ્હીલર ગાડી તથા ચોર ઇસમને વાહન સાથે ઝડપી પાડી વાહન ચોરીનો ભેદ કલાકોમાં ઉકેલવામાં આવ્યો હોવાનું જાણવ�

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: