ચાકલીયા પો.સ્ટેશન વિસ્તારના પ્રોહી ગુન્હાના નાસતાં ફરતાં બે આરોપીને ઝડપી પાડતી દાહોદ એલ.સી.બી.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ચાકલીયા પો.સ્ટેશન વિસ્તારના પ્રોહી ગુન્હાના નાસતાં ફરતાં બે આરોપીને ઝડપી પાડતી દાહોદ એલ.સી.બી
દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ રાજદિપસિંહ ઝાલા દ્વારા ચોરી, લૂંટ, હત્યા જેવા અનેક ગંભીર ગુનાઓ આચરનાર ગુનેગારોને ઝડપી પાડવા માટે દાહોદ એલ.સી.બી ટીમને કામગીરી સોપેલ તે અન્વયે દાહોદ એલ.સી.બી ના પો.ઇ કે.ડી.ડીંડોર દ્વારા એક ટીમ બનાવવામાં આવેલ હતી. ખાનગી બાતમીને આધારે દાહોદ એલ.સી.બી દ્વારા લીમડી પો.ઇ એમ.એફ.ડામોરને સાથે રાખી ચાકલીયા પો.સ્ટેશન વિસ્તારના પ્રોહી. ગુન્હામાં સંડોવાયેલ આરોપીને પકડવા વોચ ગોઠવી હતી. આયોજન બધ્ઘ કરેલ કામગીરી દરમ્યાન રાજેશ મીકેલ બારીયા ( રળીયાતીભુરા, તા.ઝાલોદ) અને રમેશ ખાના ડામોર ( પીપલેટ, તા.ઝાલોદ) ને ઝડપી પાડવામાં સફળતા મેળવેલ હતી. આમ દાહોદ એલ.સી.બી ને નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવેલ હતી. ઝડપી પાડેલ બંને આરોપીને ચાકલીયા પોલીસને સોપી વધું તપાસ હાથ ધરવામાં આવેલ છે.

