મહીસાગર 181 અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા વિરપુર તાલુકાની એક પરણીતાને આપઘાત કરતા બચાવી લેવાઈ.

*સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223

મહીસાગર 181 અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા વિરપુર તાલુકાની એક પરણીતાને આપઘાત કરતા બચાવી લેવાઈ.

રાજ્ય સરકાર દ્વારા કાર્યરત 181 અભયમ મહિલા હેલ્પલાઇન મહિલાઓની સુરક્ષા અને મદદ અર્થે રાજ્યભરમાં શરૂ કરવામાં આવી છે રાજ્યમાં કોઈ પણ જગ્યાએ મહિલાઓ પર ઘરેલુ હિંસા આચરવામાં આવતી હોય અથવા એવો ભય હોય તો અસરગ્રસ્ત મહિલા હેલ્પલાઇન નંબર 181 પર ફોન કરીને તાત્કાલિક મદદ મેળવી શકે છે મહીસાગર જિલ્લામાં વીરપુર તાલુકાની એક ગામડાની પરણીત મહિલા મહીસાગર જિલ્લામાં આવેલ હાડોડ બ્રિજ ઉપર આપઘાત કરવા પહોંચેલી તો પુલ ઉપર હાજર બે જીઆરડી જવાનો મહિલાને જોઈ જતા આપઘાત કરતા રોકી અને 181 મહિલા હેલ્પલાઇન ટીમને ફોન કરી મદદ માંગી આથી ડ્યુટી પર હાજર મહિલા હેલ્પલાઇન ટીમના કાઉન્સિલર સુતરીયા હેતલબેન તથા પોલીસ કોન્સ્ટેબલ તાવિયાડ લક્ષ્મીબેન અને પાઇલોટ પરમાર જીતેન્દ્રભાઈ ગંભીરતા દાખવી તુરત ઘટના સ્થળે દોડી ગયા હતા સ્થળ પર પહોંચી મહિલાને પ્રોત્સાહન આપી શાંતિથી પૂછપરછ કરતા મહિલા એ જણાવ્યું કે તેમના પતિ અને સાસુ માનસિક તથા શારીરિક ત્રાસ આપે છે તો મારે મરી જવું છે હવે જીવવું નથી મારાથી સહન નથી થતું મને પતિ તથા સાસુ દ્વારા માર મારવામાં આવે છે તેના પતિની

તેના પતિની અપશબ્દો બોલ્યા કરે છે પરિણીત મહિલા તેમના પતિની ત્રીજી વાઇફ હતા પેલા બે વાર લગ્ન કરી ને છૂટાછેડા લીધેલ છે અને બીજી વાઈફ નો છોકરો છે તે મારી પાસે રહે છે પરિણીત મહિલા ના નણંદના દીકરાને પૈસા વાપરવા આપ્યા તો પરણીત મહિલાએ કહ્યું કે આપણા દીકરાને પણ પૈસા વાપરવા માટે આપો.
આ બાબતથી ઝઘડો થયો હતો આથી પરણીત મહિલાને પતિ તથા સાસુએ માર મારતા આત્મહત્યા કરવા માટે ઘરેથી કોઈને કહ્યા વગર ચાલતા ચાલતા હાડોડ બ્રિજ પર સુસાઇડ કરવા નીકળી પડ્યાં હતાં આથી મહીસાગર 181 ટીમે કાયદાકિય માહિતી આપી અને સમજાવ્યું કે આવું પગલું ના ભરાય ગમે તે પ્રોબ્લેમ હોય તો 181 પર ફોન કરી મદદ લેવી અને મહિલા આગળની કાર્યવાહી કરવાનું કહેતા તો એમને વીરપુર પોલીસ સ્ટેશન અરજી અપાવી અને પરણીત મહિલાને તેમની સાસરીમાં લઈ ને ગયા અને પરણીતાના પતિ થતા સાસુને સમજાવ્યા કે આવો ત્રાસ આપવો નહીં અને તેમને શાંતિથી સારો વ્યવહાર કરવો તથા પરણિતાને પણ સલાહ માર્ગદર્શન આપ્યું તથા આપઘાત કરવાનો વિચાર કરવો નહીં આપઘાત કરવો એ પાપ છે હેરાનગતિ હોય તો 181 અભયમ મહિલા હેલ્પલાઇનની તથા પોલીસની મદદ માગવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: