દાહોદ જિલ્લાના કતવારા મુકામે થી નકલી નોટ સાથે બે આરોપીને પકડી પાડતી દાહોદ એસ.ઓ.જી શાખા.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
દાહોદ જિલ્લાના કતવારા મુકામે થી નકલી નોટ સાથે બે આરોપીને પકડી પાડતી દાહોદ એસ.ઓ.જી શાખા ઝાલોદ સારમારિયા અને નાની ખરજ દાહોદના એક એક આરોપી થઇ કુલ બે આરોપી ફરાર ૫૦૦ રૂપિયાની ૧૦૧૫ નોટો થઇ કુલ ૫૦૭૫૦૦ ની નકલી નોટો ઝડપાઇ
દાહોદ જિલ્લા પોલિસ અધિક્ષક ડૉ રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ ગુનાહિત પ્રવૃત્તિ કરનારા પર સતત વોચ રાખી ઝડપી પાડવાનાની કામગીરી દાહોદ એસ.ઓ.જી પોલીસને સોપેલ હતી. તે અન્વયે દાહોદ એસ.ઓ.જી શાખાના પો.ઇ એસ.એમ.ગામેતીને અંગત બાતમી મળેલ હતી કે બે ઇસમો ભારતીય ચલણની નકલી નોટો લઈ ફરી રહેલ છે આ બાતમીને આધારે દાહોદ એસ.ઓ.જી પોલિસ દ્વારા કતવારા મુકામે વોચ ગોઠવી બાતમી વાળા ઇસમો આવતા બે ઇસમોને ઝડપી પાડવામાં આવેલ હતા. આ બંને ઇસમો કમલેશ ટીટુ સંગાડા ( ઇટાવા, દાહોદ) અને મંગળીયા મનુ ડામોર ( તરવાડીયાવજા , દાહોદ) પાસેથી ૫૦૦ ના દરની ભારતીય બનાવટની કલર ઝેરોક્ષ ૧૦૧૫ નંગ નકલી નોટો ઝડપી પાડી હતી જેની કિમત આસરે ૫૦૭૫૦૦ રૂપિયા છે. આ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા બે અન્ય ઇસમો ફરાર છે જે શૈલેષ માનસીંગ વહોનીયા ( સારમારીયા ,ઝાલોદ ) , હિમસીંગ નરસુ ગણાવા ( નાની ખરજ ,દાહોદ) જેમને પકડવાના ચક્રો દાહોદ એસ.ઓ.જી પોલિસ દ્વારા કરવામાં આવેલ છે. આમ દાહોદ એસ.ઓ.જી ના પો.ઇ એસ.એમ.ગામીતે દ્વારા સ્ટાફને સાથે રાખી ગુનેગારોને ઝડપી પાડવામાં સફળતા મેળવેલ છે.