ગરબાડા પોલીસે શરાબલી ચોકડી પરથી પસાર થતી ક્રુઝર ગાડીમાં બનાવેલ ચોર ખાનામાં સંતાડી લઈ જવાતો દારૂ ઝડપી પાડયો.
વનરાજ ભુરીયા ગરબાડા
ગરબાડા પોલીસે શરાબલી ચોકડી પરથી પસાર થતી ક્રુઝર ગાડીમાં બનાવેલ ચોર ખાનામાં સંતાડી લઈ જવાતો દારૂ ઝડપી પાડયો.
ગરબાડા પોલિસ મથકના પીએસઆઈ જે. એલ પટેલ તેમજ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એમ.પી.ના વરઝર ગામ તરફથી એક ક્રુઝર તુકાન ગાડી નંબર MP 09 BA 2110 મા ખાના બનાવી તેમાં ઇંગ્લીશ દારૂ ભરીને ગાંગરડી સરાબલી ચોકડી તરફ આવનાર છે જે ચોક્કસ બાતમી હકીકત આધારે ગરબાડા પોલીસ સ્ટાફ ના માણસો સરાબલી ચોકડી ઉપર છુટા છવાયા તપાસમા હતા.તે દરમિયાન બાતમી વાળી ક્રૂઝર ગારી આવતા તેને ઉભી રખાવી ઝીણવટ ભરી તપાસ કરતા ગાડીની આગળના ભાગે જમણી બાજુ તથા ગાડીના વચ્ચેના ભાગે બનાવેલ ખાનામાં તપાસ કરતા ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂની છુટી બોટલો ભરેલ મળી આવેલ જેથી ડ્રાઇવરને તેનુ નામઠામ પુછતા તેને પોતે પોતાનું નામ સગીરભાઇ કાળીયાભાઇ જાતે વસુનિયા ઉ.વ.૩૪ રહે.ગીરધા વેલા કળીયા તા.જોબટ જિ.અલીરાજપુર (એમ.પી.) ના હોવાનુ જણાવેલ તેમગાડીમા દારૂ મૂકવા માટે બનાવેલ ખાના નંબર( ૧ ) માં ગાડીના વચ્ચેના ભાગે બનાવેલ ખાનામાંથી બેગ પાઇપર ડીલક્ષ વ્હીસ્કીની છુટી બોટલો નંગ- ૩૧૯ કિ.રૂ. ૪૭,૫૮૦ તથા ખાના નંબર (ર) માં ગાડીના બોનેટની જમણી બાજુ ના વ્હીલની ઉપર બનાવેલ ખાનામાંથી ગોઆ સ્પિરીટ ઓફ સ્મુથનેશ વ્હીસ્કીની છુટી બોટલો નંગ ૯૬ કિ.રૂ ૧૦,૫૬૦ તેમજ ડ્રાઇવરની અંગ ઝડતી કરતા તેના પેન્ટના ખિસ્સામાંથી એક ટેકનો સ્પાર્ક એન્ડ્રોઇડ મોબાઇલ ફોન પણ મળી આવેલ જેની કિ.રૂ .૨૫૦૦ તેમજ આ ઇંગ્લીશ દારૂ કયાંથી લાવેલ છે અને કયાં લઇ જવાના છે તે બાબતે પુછતા તેણે જણાવેલ કે ઇંગ્લીશ દારૂ એમ.પી.ના ઉદેગઢના ઠેકા ઉપરથી લાવેલ છે જે ઇંગ્લીશ દારૂ ભરી આપનાર ઇસમનું નામ ખબર નથી અને આ દારૂ હું રાજકોટ બાજુમાં મજુરોની વર્દીમાં જતો હોય અને ત્યા કોઇ માંગે તો તેમને આપતો. તેમ જણાવેલ ફોર્સ કંપનીની ક્રુઝર તુકાન ગાડી નંબર MP 09 BA 2110 કિ.રૂ.૧,૦૦,૦૦૦ તેમજ ભારતીય બનાવટના ઇગ્લીંશ દારૂની કુલ બોટલો નંગ ૪૧૫ કુલ કિ.રૂ .૫૮,૪૧૦ તથા એક મોબાઇલ કિ.રૂ .૨૫૦૦ મળી કુલ કિ.રૂ. ૧,૬૦,૯૧૦ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.