રીક્ષાની પાછળ આવતી એસટી બસે ટક્કર મારતાં એકનું મોત, ત્રણ પેસેન્જર ઘાયલ.

નરેશ ગનવાણી નડિયાદ

રીક્ષાની પાછળ આવતી એસટી બસે ટક્કર મારતાં એકનું મોત, ત્રણ પેસેન્જર ઘાયલ

ગળતેશ્વર  અંઘાડી પાસે  એસટી બસના ચાલકે આગળ જતી રીક્ષાને ટક્કર મારી  એસટી ચાલક વાહન લઇને ફરાર થયો છે. પાછળથી ટક્કર મારતા રીક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી. આ ઘટનામાં રીક્ષા ચાલકનું મોત નિપજ્યું છે. જ્યારે રીક્ષામા બેઠેલા ૩ પેસેન્જરને નાની મોટી ઈજા પહોંચી હતી. ગળતેશ્વરના અંઘાડી ગામે અમરીપુરા વિસ્તારમાં રહેતા ૨૯ વર્ષિય મયુદ્દીનમીયા સાબીરમીયા શેખ  સેવાલીયાથી અંઘાડી ગામે પેસેન્જર રીક્ષામાં બેસીને પરત પોતાના ગામે આવી રહ્યા હતા.  અંઘાડી ગામની સીમ પેટ્રોલપંપ પાસે પાછળથી આવતી સરકારી એસટી બસના ચાલકે આ ઉપરોક્ત રીક્ષાને ટક્કર મારી હતી. જેથી રીક્ષા રોડની સાઈડમાં  પલ્ટી ખાઈ ગઈ હતી.  ટક્કર માર્યા બાદ એસટી ચાલક પોતાની એસટી બસ લઈને નાસી ગયો હતો ઘટના બાદ આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા અને તુરંત રીક્ષામાં બેઠેલા ૩ પેસેન્જરોને બહાર કાઢ્યા હતા. રીક્ષા ચાલક ભરતભાઈ રમણભાઈ સેનવા ને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે અન્યને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ઘાયલોને  પ્રાઈવેટ વાહન મારફતે નજીકની હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે કરમસદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ભરતભાઈ સેનવાનુ મોત નિપજ્યું હતું. આ બનાવ મામલે રીક્ષામાં બેઠેલા‌ પેસેન્જર મયુદ્દિનમીયા શેખે ઉપરોક્ત અજાણ્યા એસટી બસના ચાલક સામે સેવાલીયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!