ખેડા જિલ્લામા ૧૦૮ એમ્બ્યુલન્સમાં મહિલાની સફળ ડીલીવરી કરાવી.

નરેશ ગનવાણી નડિયાદ

ખેડા જિલ્લામા ૧૦૮ એમ્બ્યુલન્સમાં મહિલાની સફળ ડીલીવરી કરાવી નડિયાદના કણજરી ગામની પ્રસુતા મહિલાને અચાનક દુખાવો ઉપડતા ૧૦૮ એમ્બ્યુલન્સમા લઈ જવામાં આવી પરંતુ એમ્બ્યુલન્સમા ડીલીવરી કરવાની જરૂર જણાતા સિનિયર તબીબના માર્ગદર્શન હેઠળ સફળ પ્રસુતા કરાઈ છે.નડિયાદ તાલુકામાં કણજરી ગામેથી પ્રસુતાનો કોલ માંડતા  પ્રવિણભાઇ સોઢા અને પાઈલોટ હર્ષદભાઈ સોલંકી આ કેસમાં ૧૦૮ વાન લઈને નિકળી ગયા હતા. જોકે અસહ્ય દુખાવો હોવાથી ગર્ભવતી મહિલા દર્દી  ઓટો રીક્ષામાં સામે મળતા ગર્ભવતી મહિલાને એમ્બ્યુલન્સમા લેવામાં આવી હતી. જોકે પ્રસુતા મહિલાને સતત દુખાવો ચાલુ હતો. એમ્બ્યુલન્સમાં લઇને તપાસ કરતા બાળકનું માથું દેખાતું હતું. આથી એમ્બ્યુલન્સ સાઇડમાં ઉભી રાખી ૧૦૮ની વડી કચેરીના સિનિયર ડોક્ટરની સલાહ મુજબ એમ્બ્યુલન્સની અંદર જ જરૂરી સાધનોનો ઉપયોગ કરી કાળજી પૂર્વક પ્રસુતા કરાવી હતી. અત્યારે માતા અને બાળકની તબિયત સારી છે. આમ વધુ એક વખત ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાથી પ્રસુતાનો જીવ બચ્યો છે. દર્દીના સગા ૧૦૮ સેવાથી ખુશ થઈને આભાર વ્યકત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: