દાહોદ જિલ્લાના લીમખેડાના ચીલાકોટા ગામે ચાર ઈસમોએ એકને ફટકાર્યાે
દાહોદ તા.૧૨
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામે સામાન્ય બાબતે ચાર ઈસમોએ એક વ્યક્તિને લાકડી વડે, છુટા પથ્થરો વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાંયાનું જાણવા મળે છે.
ચીલાકોટા ગામે ભુસ્કા ફળિયામાં રહેતાં લલ્લુભાઈ નેનસીંગભાઈ ભાભોર, જાનકીબેન લલ્લુભાઈ ભાભોર, જયેશભાઈ લલ્લુભાઈ ભાભોર અને દિલીપભાઈ લલ્લુભાઈ ભાભોરનાઓએ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી પોતાની સાથે લાકડીઓ તેમજ હાથમાં પથ્થરો લઈ પોતાના ગામમાં રવાળી ફળિયામાં રહેતાં વસંતભાઈ વેસ્તાભાઈ ભાભોરના ઘરે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તારે ભાઈ ક્યાં છે ? તેમ કહી એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને લાકડી વડે તેમજ છુટ્ટા પથ્થરો તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે ઈજાગ્રસ્ત વસંતભાઈ વેસ્તાભાઈ ભાભોરે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.