CWC ના ચેરમેન નરેન્દ્ર સોનીએ ચિલ્ડ્રન હોમના બાળકો સાથે વિડીયો કૉન્ફ્રન્સ દ્વારા ખબર પૂછી
ધ્રુવ સોની/ગગન ગોસ્વામી
કોરોનાને લઇ લોકડાઉન ના આ સમયમાં ચિલ્ડ્રન હોમના બાળકો માટે સુપ્રીમ કોર્ટ પણ ગાઈડ લાઇન જારી કરીછે.
દેશમાં કોરોનાની મહામારી હોવા છતાંય બાળ કલ્યાણ સમિતિ ના ચેરમેન શ્રી નરેન્દ્રભાઈ સોની જે બાળકોની સતત ચિંતા રાખનાર અને કાળજી રાખનાર દ્વારા આજરોજ આવી મહામારી કટોકટીના સમય દરમ્યાન બાળકો સાથે તેમજ ચિલ્ડ્રન હોમના અધિક્ષક શ્રી સાથે વીડિયો કોન્ફરન્સ કરી બાળકોના ખબર-અંતર તેમજ બાળકોના આરોગ્ય વિશે ની ચર્ચાઓ કરવામાં આવેલ ત્યારબાદ બાળકોને સમયસર ભોજન તેમજ પ્રોટીન,આહાર વગેરે સારી ગુણવત્તાવાળું આપવામાં આવે છે,અને પૂરતા માસ્ક તેમજ સેનિટાઈઝર આપેલ છે એવુ અધિક્ષકશ્રી આર .આર પ્રજાપતિ એ જણાવેલ ચેરમેનશ્રી એ વિગતવાર બાળકો માટે સંસ્થામાં સ્વચ્છતાનું પણ સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવે એ રીતની તાકીદ કરવામાં આવેલ.
#sindhuuday dahod