લીમડી નગરમાં પ્રકૃતિ મિત્ર ટ્રસ્ટ અને આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા આયુર્વેદિક ઉકાળો આપવામાં આવ્યો.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
લીમડી નગરમાં પ્રકૃતિ મિત્ર ટ્રસ્ટ અને આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા આયુર્વેદિક ઉકાળો આપવામાં આવ્યો હતો.
ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં સુભાષ ચોક ખાતે આજરોજ તારીખ 12/10/2023 નારોજપ્રકૃતિ મિત્ર મંડળ,લીમડી અને શ્રી મુક્તિરંજન સરકારી આયુર્વેદ હોસ્પિટલ લીમડીના સંયુક્ત ઉપક્રમે અમૃતપૈય આયુર્વેદિક ઉકાળો આપવામાં આવ્યો. ઋતુ જન્ય સંક્રમણ રોગોથી બચવા માટે આયુર્વેદિક ઉકાળા વિતરણ કેમ્પ પ્રકૃતિ મિત્ર મંડલ દ્વારા રાખવામાં આવેલ હતો .જેમાં અનેક લોકોએ લાભ લીધો હતો. કોરોના કાળથી દુનિયાના લોકોને આયુર્વેદનું મહત્ત્વ સમજાયું છે , અસંખ્ય લોકો આયુર્વેદ તરફ વળ્યું છે.આ ઉકાળા થી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. ડો. એ.કે.ગેલોત વૈધપંચકરમ દ્વારા આયુર્વેદનું મહત્વ તથા ડો.પી.યું.નાયક દ્વારા હોમિયેપેથીકનું મહત્વ સમજાવ્યું હતું.આ પ્રસંગે પ્રકૃતિ મિત્ર મંડળ લીમડીના સભ્યો તથા ,હોસ્પિટલ સ્ટાફ દ્વારા સેવા આપી હતી.

