નડિયાદ પાસે દાવડા ગામમાં ગેરકાયદેસર કાપડ વોશીંગ કરાતુ ગોડાઉન ઝડપાયુ
નડિયાદ પાસે દાવડા ગામમાં ગેરકાયદેસર કાપડ વોશીંગ કરાતુ ગોડાઉન ઝડપાયું
વસો તાલુકાના દાવડામાં એકખેતર ભાડે લઈ તેમાં શેડ ગોડાઉનઉભું કરી તેમાં ગેરકાયદેસર કાપડ વોશીંગ કરાતુ હોવાની બાતમી ના આધારે ખેડા નિડયાદ એસઓજી પોલીસે દરોડા પાડ્યા હતા.દરોડામાં મોટી માત્રામાં કાપડ
વોશીંગનો મુદ્દામાલ હાથ લાગ્યો
હતો. મહત્વની બાબત એ હતી કે
કાપડ વોશીંગથી એકઠા થયેલ
દુષિત પાણીને ઝારોલ તળાવમાં
છોડાતુ હતું. પોલીસે ગોડાઉનના
માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધી
આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નડિયાદ નજીક આવેલ દાવડા
ગામમાં દિલીપભાઈ રાવજીભાઈ
પટેલના ખેતરને અમદાવાદના પીર
મોહમ્મદ રમજાનભાઈ શેખ દ્વારા
ભાડે રાખી તેમાં આવેલ ગોડાઉનમાં
ગેરકાયદેસર રીતે કાપડ વોશીંગ
કરી તેનું દુષિત પાણી ખેતરની
જમીનમાં અંડર ગ્રાઉન્ડ
પાઈપલાઈન મારફતે ઝારોલ
ગામના તળાવમાં છોડાતુ હોવાની
બાતમી ખેડા નડિયાદ એસઓજી
પોલીસને મળી હતી. જે બાતમી
આધારે એસઓજીએ સ્થળ પર
દરોડા પાડ્યા હતા. ત્રણ શેડ
ભગવતી ટેક્ષટાઈલ, હીંગળોજ
ડાઈંગ, મહાદેવ ડાઈંગ નામના ત્રણ
શેડમાં કાપડ પ્રોસેસીંગની પ્રક્રિયા
બાદ દુષિત પાણી તળાવમાં છોડી
દેતા હતા. પોલીસ, એફએસએલ
અને પ્રદુષણ બોર્ડની ટીમ દ્વારા
જુદી જુદી સામગ્રીના સેમ્પલો
તપાસ માટે કબજે લીધા હતા.
ત્રણેય શેડને યથાવત રાખી તેનો
કબજો અશ્વિનભાઈ પ્રેમજીભાઈ
જીવાણી કે જેઓ ખેતરની રખવાળી
કરતા હતા તેમને સોંપવામાં આવ્યો
હતો. આ શેડ ખેતરના માલિક દ્વારા
અમદાવાદના પીરમોહમ્મદ
રમજાનભાઈ શેખને ભાડાકરારથી
આપેલ હોવાનું સામે આવ્યું હતું.
આધારે ખેડા નિડયાદ એસઓજી
પોલીસે દરોડા પાડ્યા હતા.
દરોડામાં મોટી માત્રામાં કાપડ
વોશીંગનો મુદ્દામાલ હાથ લાગ્યો
હતો. મહત્વની બાબત એ હતી કે
કાપડ વોશીંગથી એકઠા થયેલ
દુષિત પાણીને ઝારોલ તળાવમાં
છોડાતુ હતું. પોલીસે ગોડાઉનના
માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધી
આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નડિયાદ નજીક આવેલ દાવડા
ગામમાં દિલીપભાઈ રાવજીભાઈ
પટેલના ખેતરને અમદાવાદના પીર
મોહમ્મદ રમજાનભાઈ શેખ દ્વારા
ભાડે રાખી તેમાં આવેલ ગોડાઉનમાં
ગેરકાયદેસર રીતે કાપડ વોશીંગ
કરી તેનું દુષિત પાણી ખેતરની
જમીનમાં અંડર ગ્રાઉન્ડ
પાઈપલાઈન મારફતે ઝારોલ
ગામના તળાવમાં છોડાતુ હોવાની
બાતમી ખેડા નડિયાદ એસઓજી
પોલીસને મળી હતી. જે બાતમી
આધારે એસઓજીએ સ્થળ પર
દરોડા પાડ્યા હતા. ત્રણ શેડ
ભગવતી ટેક્ષટાઈલ, હીંગળોજ
ડાઈંગ, મહાદેવ ડાઈંગ નામના ત્રણ
શેડમાં કાપડ પ્રોસેસીંગની પ્રક્રિયા
બાદ દુષિત પાણી તળાવમાં છોડી
દેતા હતા. પોલીસ, એફએસએલ
અને પ્રદુષણ બોર્ડની ટીમ દ્વારા
જુદી જુદી સામગ્રીના સેમ્પલો
તપાસ માટે કબજે લીધા હતા.
ત્રણેય શેડને યથાવત રાખી તેનો
કબજો અશ્વિનભાઈ પ્રેમજીભાઈ
જીવાણી કે જેઓ ખેતરની રખવાળી
કરતા હતા તેમને સોંપવામાં આવ્યો
હતો. આ શેડ ખેતરના માલિક દ્વારા
અમદાવાદના પીરમોહમ્મદ
રમજાનભાઈ શેખને ભાડાકરારથી
આપેલ હોવાનું સામે આવ્યું હતું.
