સંતરામપુર તાલુકામા વીજ જોડાણો ચેક કરતા 44 વીજ જોડાણોમાં ચોરી ઝડપાઈ.
સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223
સંતરામપુર તાલુકામા વીજ જોડાણો ચેક કરતા 44 વીજ જોડાણોમાં ચોરી ઝડપાઈ.
મહીંસાગર જીલ્લાના સંતરામપુર તાલુકામાં કુલ 14 અધિકારીઓની ટીમ બનાવી વીજ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી.જેમાં 319 વિજકનેક્શન ચેક કરતા 44 વિજકનેક્શનમાં ગેરરીતિ જણાઈ આવી હતી. 6. 10 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી. નોંધનીય છે કે આગામી સમયમાં તહેવારો આવી રહ્યા છે ત્યારે પૂરતો વીજ પુરવઠો મળી રહે તે માટે વીજ લોસ ઘટાડવા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવશે. આગામી સમયમાં પણ આ વીજ ચેકિંગ ઝુંબેશ કાર્યરત રહેશે અનેવીજચોરી કરી ગેરરીતિ આચરતા ઈસમો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.