ઝાલોદ નગરમાં શ્રી કેશરયાજી દશામાં નર્સિંગ કોલેજનું મહંતો અને ડૉ પટેલના હસ્તે ઉદઘાટન કરાયું.
પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
જિલ્લો : દાહોદ
ઝાલોદ નગરમાં શ્રી કેશરયાજી દશામાં નર્સિંગ કોલેજનું મહંતો અને ડૉ પટેલના હસ્તે ઉદઘાટન કરાયું
ઝાલોદ તાલુકામાં નર્સિંગ કરતા વિદ્યાર્થીઓ માટે તારીખ 16-10-2023 ના રોજ શ્રી કેસરીયાજી નર્સિંગ કોલેજનું ઉદ્ઘાટન સંતો મહંતો તેમજ ડૉ પટેલના હસ્તે કરવામાં આવ્યું. આ કોલેજને માન્યતા મળતા આ કોલેજમાં જી.એન.એન અને એ.એન.એન નો કોર્સ ચાલુ કરવામાં આવેલ છે આ કોર્સનો લાભ 10 અને 12 ના અભ્યાસ પછી દરેક વિદ્યાર્થીઓ લઇ શકે છે. આ નર્સિંગ કોલેજમાં સરકારના નિયમો મુજબ ભરતી કરવામાં આવનાર છે તેમજ બહારથી આવનાર વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા પણ ઉપલબ્ધ કરાવામાં આવેલ છે. આ કોલેજ સરકાર માન્ય છે તેથી આ કોલેજમાં સરકારી ધારાધોરણ મુજબ કામગીરી કરવામાં આવનાર છે. નર્સિંગ કોલેજ ઝાલોદ નગરમાં ચાલુ થતાં ઝાલોદ તાલુકાના વિદ્યાર્થીઓને હવે ખોટા ખર્ચા કરી બહાર ભણવા જવાની જરૂર પડશે નહીં. આ કોલેજમાં હાલમાં બંને કોર્સમાં થઈ અંદાજીત 55 જેટલા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે એડમિશન આપવામાં આવનાર છે. આ કોલેજમાં એસ.સી, એસ.ટી વિધાર્થીઓને સરકારના નિયમ મુજબ ફ્રી ભણાવવામાં આવનાર છે તેમજ સરકાર તરફથી મળતી તમામ સહાય આ વિદ્યાર્થીઓને આપવામાં આવનાર છે.
ઝાલોદ તાલુકામાં સૌપ્રથમ શ્રી કેસરિયાજી દશામાં કોલેજ ઓફ નર્સિંગના શુભ ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત મુખ્ય મહેમાન ડૉ.બિરેન પટેલ , ધના મહારાજ, સરદારભાઈ મહારાજ,સંસ્થાના પ્રમુખ મુકેશ ડામોર,ગામડી જિલ્લા સભ્ય સુમન ડામોર તેમજ નર્સિંગ કોલેજ સ્ટાફમિત્રો, વાલી મિત્રો,વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.