નડિયાદના વેપારીને વિશ્વાસમાં લઈને લોન મંજૂર કરવાનું કહી ૩૦ લાખ પડાવ્યા.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદના વેપારીને વિશ્વાસમાં લઈને લોન મંજૂર કરવાનું કહી ૩૦ લાખ પડાવી લીધા
નડિયાદ શહેરમાં પવનચક્કી રોડ પર આવેલ યોગી દર્શન ટાઉનશીપમા રહેતા નૈષધભાઈ રસીકલાલ શાહ જે શહેરમાં જે કન્સલ્ટન્સીની ઓફીસ ધરાવે છે. ઉપરોક્ત ટાઉનશીપમા રહેતા વિપુલભાઇ દેશરાજ પંજાબી પણ કન્સલ્ટન્સીની વ્યવસાય સાથે સંકળાયેલા હોય તેઓની ઓફીસ પ્લેટિનિયમ પ્લાઝા ખાતે આવેલ છે. વર્ષ ૨૦૧૩માં આ વીપુલે તેમના ઓળખીતાએ કે જેઓ રોજીંદા ક્લાઈન્ટ હોય તેમના સંબંધી કૌશીકભાઈ કાંતિભાઈ મેઘા (રહે.મહેમદાવાદ)ના પરિચય નૈષધભાઈને કરાવ્યો હતો. આ સમયે કૌશીકભાઈ કાંતિભાઈ મેઘાએ જણાવેલ કે, ભેંસોના તબેલા માટે લોન લેવાની હોય જે લોન મંજૂર થાય તે પહેલા તેઓને ડીપોઝીટ ભરવાની છે, અને તેઓની લોન ત્રણ માસમાં મંજૂર થઇ જશે તેમ કહી રૂપિયા ૪૫ લાખની માંગણી કરી હતી. વધુમાં આ કૌશિકે કીધેલું કે આ નાણાં સાથે નક્કી કરેલ વ્યાજ પણ આપશે પરંતુ નૈષધભાઈ પાસે આટલા બધા નાણાં ન હોય તેઓએ કહેલ કે હું ૩૦ લાખ રૂપિયા આપી શકુ એમ છું જેથી ૩૦ લાખ નૈષધભાઈએ કૌશીકભાઈ મેઘાને આપ્યા હતા. આ બાબતે લખાણ પણ કરાયું હતું. ત્યારબાદ કૌશીકભાઈ તબેલાની જગ્યા અને લોનના કાગળો બતાવવા નૈષધભાઈ તેમજ વિપુલભાઇને કહેતા તેઓ જોવા આવ્યા હતા. કૌશીકભાઈ જણાવેલ કે, તબેલાને મોટો બનાવવાનો હોય તેમજ વધુ ભેંસો લાવવાની હોય જિલ્લા ઉધોગ કેન્દ્ર ખાતે રૂપિયા ૧.૨૦ કરોડની લોન મંજૂર કરાવવાની કાર્યવાહી ચાલુ છે. અને તે કામ અમારા ઓળખીતા હંસાબેન વિનુભાઈ પટેલનાઓ કરી રહેલ છે. અને આ કામ પાર પડતા અમે તમારા નાણાં ચૂકવી દઈશું તેવી બાંહેધરી આપી હતી. જોકે ત્રણ માસના લાંબા સમય વિત્યા બાદ પણ આ કૌશીકભાઈએ અને તેમના પત્ની ભારતીબેન અને સગાભાઈ ત્રીભુવન મેઘા ગોળગોળ ફેરવતા હતા. અને વાયદાઓ કરતા હતા. આજ દિન સુધી ઉપરોક્ત રકમ ન આપતાં છેવટે નૈષધભાઈ રસીકલાલ શાહે આ મામલે નડિયાદ ટાઉન પોલીસમા ફરિયાદ નોંધાવી છે.