દાહોદ નેત્રમ કમાન્ડ કંટ્રોલ કેમેરાની મદદથી ગણતરીના કલાકોમાં ધરફોડ ચોરીના વોન્ટેડ આરોપીને ધરપકડ કરતું દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ.

અજય સાસી દાહોદ

દાહોદ નેત્રમ કમાન્ડ કંટ્રોલ કેમેરાની મદદથી ગણતરીના કલાકોમાં ધરફોડ ચોરીના વોન્ટેડ આરોપીને ધરપકડ કરતું દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ 15,20,000 નો મુદ્દામાલ રિકવર કરી આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી

તારીખ 12-10-2023 ના રોજ દિવસના સમયગાળા દરમ્યાન દાહોદ દેસાઈવાડા તળાવ ફળિયામાં એક બંધ મકાનમાં અજાણ્યા વ્યક્તિ દ્વારા મકાનનો નકુચો તોડી મકાનમાં પ્રવેશી ઘરની અંદર કબાટમાંથી સોનાની ચેન અને સોના ચાંદીના સિક્કા તેમજ રોકડા 1520000 મળી કુલ 1612400 ની ચોરી થયેલ હતી. દાહોદ ટાઉનના એ ડીવીઝનના પો.ઇ કે.એન.લાઠીયા દ્વારા પોલિસ સ્ટાફની એક ટીમ બનાવી ચોરી કરનાર ઈસમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરેલ હતી. તે અન્વયે બાતમી મેળવી ચોરી કરનાર ઇસમો પૈકી ફિરદોષ ઇશા છીતલ ( મોટા ઘાંચીવાડા ખડકી મહોલ્લા, દાહોદ) ને પકડી પાડી તેના પાસેથી 1520000 ની રોકડ મત્તા રીકવર કરી કોર્ટમાં રજૂ કરી કોર્ટમાંથી રિમાન્ડ મેળવેલ છે. તેમજ અન્ય એક આરોપી ફિરદોષ યુસુફ પિંજારાને નેત્રમ કમાન્ડ કંટ્રોલ દાહોદ ખાતે લગાવેલ કેમેરામાં આરોપીને અવરજવર કરતા ઝડપાઈ ગયેલ હતો અને તેની પાસેથી સોનાની ચેન અને સિક્કા રિકવર કરવામાં આવેલ હતો.

આમ દાહોદ ટાઉનની એ ડિવિઝનની પોલીસને તમામ મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!