ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં કમિશનરનું સરપ્રાઇઝ ચેકિંગ, દંડ ફટકારવામાં આવ્યો.

સિંધુ ઉદય

ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં કમિશનરનું સરપ્રાઇઝ ચેકિંગ, દંડ ફટકારવામાં આવ્યો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપવામાં આવેલા સ્વચ્છતાના મંત્રને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સ્વચ્છતા હી સેવાની શરૂઆત કરવામાં આવી છે. આ જ અભિયાનને સફળ બનાવવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ગાંધીનગરને સ્વચ્છ અને સૂંદર તથા પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે મહાનગરપાલિકાની સેનિટેશન શાખા દ્વારા ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. ત્યારે આજે ગાંધીનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર જે. એન. વાઘેલા દ્વારા સરગાસણ ટી.પી. 9 વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જ્યા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર દુકાનદાર પાસેથી વહિવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. ક્રિષ્ના ફાસ્ટફૂડ નામની દુકાન ચલાવતા દુકાનદાર પાસેથી રૂ. 3000/-નો ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. આ સ્થળેથી 5 કિલોગ્રામ જેટલો અખાધ્ય મંચુરિયન તથા 3 કિલો ગ્રામ જેટલો નુડલ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ એક્સપાઇર થયેલા બટરના ત્રણ પેકેટનો પણ નાશ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!