વહીવટદાર અને તલાટીએ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરાઈ.
કપિલ સાધુ સંજેલી
સંજેલી તાલુકાની ડુંગરા ગ્રુપ ગ્રામ પંચાયતના વહીવટદાર અને તલાટીએ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપ સાથે રજૂઆત કર્યાના 02 મહિના વીતવા છતાં પણ તપાસ ન કરાતાં અરજદારે સંજેલી તાલુકા વિકાસ અધિકારીને પુન: રજૂઆત કરી અને વહીવટી તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના સરોરી ગામના અરજદાર વીરસિંગ સળુભાઈ રાઠોડે 21 જૂન 2023 ના રોજ તકેદારી આયોગ ગાંધીનગર ને તથા 21 જૂન 2023 ના રોજ એસીબી અમદાવાદ ને તથા 24/06/2019 ના રોજ એસીબી દાહોદ ને તથા 27 જૂન 2023 ના રોજદાહોદ જિલ્લાકલેકટર ને વિવિધ માધ્યમો દ્વારા રજૂઆત કરીને દાહોદ જિલ્લાની સંજેલી તાલુકાની ડુંગરા ગ્રુપ ગ્રામ પંચાયતના વહીવટદાર અને તલાટીએ 25 જેટલાં કામોમાં કિંમત રુપિયા 42 લાખ જેટલો ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપ અને પુરાવા હોવાના સાથે રજુઆત કરવામાં આવી હતી. પરંતુ લાગતા વળગતા વહીવટી તંત્ર દ્વારા આ બાબતે પૂરાવવા અને લેખિત રજુઆતો કરવા છતાં આ રજૂઆત કર્યા ને 02 મહિનાથી વધુ સમય વીતી જવા છતાં કોઈપણ જાતની કાર્યવાહી કે તપાસ કરવામાં ન આવતાં સંજેકી તાલુકાના સરોરી ગામના અરજદાર વીરસિંગ સળુંભાઈ રાઠોડે સંજેલી તાલુકા વિકાસ અધિકારીને આ બાબતે પુનઃ રજૂઆત કરી છે.વધુમાં લોક ચર્ચા મુજબ જાણવા મળેલ છે કે શુ આ બાબતે આમ નાગરિક તંત્ર ને લેખિત અને પુરાવા સાથે રજૂઆત કરવાં છતાં કોઈ જાતની તપાસ કે કાર્યવાહિ કરવામાં ન આવતાં તો આ બાબતે શું તંત્ર ની આમાં સાથગાંઠ તો નથી કે પછી શું કારણ કે પછી હોતા હૈ ચલતા હૈ તેવી આપનીતિ અપનાવામાં આવશે તે જોવાનું રહ્યું. તેવી અનેક ચર્ચાનો વિષય લોક પંથકમાં બનવા પામેલ છે.