ઈકો ફોર વ્હીલર ગાડીના ચાલકે રસ્તાની બાજુમાં બેઠેલા વૃધ્ધને અડફેટમાં લેતાં વૃધ્ધનું મોત નીપજ્યું
દાહોદ તા.૧૮
દાહોદ તાલુકાના ગરબાડાથી કતવારા તરફ જવાના માર્ગ ઉપર એક ઇકો ફોર વ્હીલર ગાડીના ચાલકે રસ્તાની બાજુમાં બેઠેલ એક વૃદ્ધ ઉપર ગાડી ચઢાવી દેતા વૃદ્ધનું ઘટના સ્થળ પર જ મોત નિપજાવી ગાડીનો ચાલક સ્થળ પર ગાડી મૂકી નાસી ગયાનું જાણવા મળે છે. ગત તા. ૧૬મી ઓક્ટોબરના રોજ દાહોદ તાલુકાના ગરબાડાથી કતવારા જવાના માર્ગ ઉપર એક ઇકો ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર વધુ ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતો હતો ત્યારે રસ્તાની બાજુમાં બેઠેલા ગરબાડા તાલુકાના બોરયાલા ગામના દીવાનીયાવાડ ફળિયામાં રહેતા મલાભાઈ ઝીણાભાઈ ગોહિલ ઉપર ફોર વ્હીલર ચઢાવી દઈ મલાભાઇને શરીરને હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ સંબંધે મૃતક મલાભાઈ ઝીણાભાઈ ગોહિલના પુત્ર બાબુભાઈ મલાભાઇ ગોહિલ દ્વારા કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

