નડીયાદ અમદાવાદી દરવાજા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ગાંજાનો વેચાણ કરતો ઇસમ ઝડપાયો.

નરેશ ગનવાણી નડિયાદ

નડીયાદ અમદાવાદી દરવાજા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ગાંજાનો વેચાણ કરતો ઇસમ ઝડપાયો.

નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતા મંજુરઇલાહીઇમ્તિયાઝઅલી સૈયદ રહે-મીરા ફળીયું, બોમ્બે રેસ્ટોરન્ટની સામે, અમદાવાદી દરવાજા, નડીયાદમાં  પોતાના  ઘરમા ગેરકાયેદસર રીતે ગાંજો રાખે છે અને ગેરકાયદેસર રીતે ખાનગીમાં વેચાણ કરે છે જે માહિતી આધારે  જગ્યાએ એસ.ઓ.જી પોલીસ સ્ટાફના માણસો સાથે રેઇડ કરતા આરોપીના રહેણાંક મકાનમાંથી એક પ્લાસ્ટીકના ઝભલામાં રાખેલ વનસ્પતિ જન્ય ભેજયુક્ત ગાંજો જેનુ વજન ૧.૨૬૧ કિ.ગ્રા. કિં.રૂ.૧૨ હજાર ૬૧૦ તથા એક  મોબાઇલ તથા ચાર્જેબલ વજન કાંટો  કુલ  મળી  કિં.રૂ. ૧૩ હજાર ૬૧૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડીને  નડીયાદ ટાઉનપોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.વોન્ટેડ આરોપી રાજુ નામના ઇસમ જેનું પુરુ નામ ખબર નથી રહે- અશ્વિનીકુમાર વિસ્તાર, રેલ્વે ફાટક પાસે, સુરત.પકડાયેલ આરોપી નો ગુનાહીત ઇતિહાસનડીયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન  નડીયાદ રેલ્વે પોલીસ સ્ટેશન  નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશન ગુના નોંધાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!