કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દાહોદ દ્વારા આંગણવાડીની બહેનોને મીલેટની વાનગી બનાવવાની તાલીમ અપાઈ.
સિંધુ ઉદય
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દાહોદ દ્વારા આંગણવાડીની બહેનોને મીલેટની વાનગી બનાવવાની તાલીમ અપાઈ
આંતરરાષ્ટ્રીય મિલેટસ વર્ષ- ૨૦૨૩ ની ઉજવણીના ભાગરૂપે “શ્રીઅન્ન” (મીલેટ) પાકો પોષક તત્વોની ભરપુર માત્રા હોઈ છે. આથી આ પાકોમાંથી વિવિધ વાનગીઓ બનાવી ખોરાકમાં લેવાથી માનવ શરીરમાં રહેલ પોષક તત્વોની ખામીને નિવારી શકાઈ સાથે સાથે જિલ્લામાં કુપોષણની સમસ્યાને નિવારવા માટે પણ આ પાકો ખુબ મદદરૂપ થઇ શકે તેમ છે. જેને ધ્યાનમાં રાખીને આણંદ કૃષિ યુનીવર્સીટી, આણંદનાં કુલપતિશ્રી ડૉ. કે. બી. કથીરીયા સાહેબના પ્રેરક માર્ગદર્શન હેઠળ આજ રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મુવાલીયા ફાર્મ, દાહોદ દ્વારા દાહોદ તાલુકાની તમામ આંગણવાડી વર્કર બહેનોને “શ્રીઅન્ન” પાકોમાથી વિવિધ વાનગીઓ બનાવાવા પ્રાયોગિક તાલીમ આપવામાં આવેલ. આ તાલીમ કાર્યક્રમમાં ડૉ. એચ. એલ. કાચા દ્વારા “શ્રીઅન્ન” પાકોની ખોરાકમાં ઉપયોગીતા તેમજ ડૉ. એકતા પંડ્યા, હોમ સાયન્ટીસ્ટ દ્વારા નાગલીમાથી ઢોકળા, ઉત્પમ, હાંડવો, શીરો, રોટલા, ખીર, પીઝા રોટી, વિગેરે વાનગીઓ પ્રાયોગિક ધોરણે બનાવીને ૪૦ આંગણવાડી વર્કર બહેનોને તાલીમ આપવામાં આવી.

