નડિયાદ સી.બી. પટેલ આર્ટસ કોલેજમાં નવરાત્રી નું આયોજન  કરવામાં આવ્યું.

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ સી.બી. પટેલ આર્ટસ કોલેજમાં નવરાત્રી નું આયોજન  કરવામાં આવ્યું

આસો સુદ નવરાત્રી૨૦૨૩ નિમિત્તે નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી બી પટેલ આર્ટસ કોલેજમાં તારીખ ૨૦ ઓક્ટોબર  સવારના ૮:૩૦ કલાકે ભવ્ય નવરાત્રી નું આયોજન થયેલ હતું.  વિદ્યાર્થીઓ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબા ના તાલે જુમી ઊઠ્યા હતા. આ નવરાત્રીમાં સૌપ્રથમ મા શક્તિ ની આરાધના રૂપે આરતી કરવામાં આવી હતી જેમાં કોલેજના આચાર્ય ડોક્ટર મહેન્દ્રકુમાર દવે સર, ધી નડીયાદ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ ભુપેન્દ્રભાઈ દેસાઈ, મંત્રી  ચંદ્રકાંતભાઈ પટેલ અને તેમના ધર્મ પત્ની, ખજાનચી  પુરુષોત્તમભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આચાર્યના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી સમગ્ર સ્ટાફ ની જહેમતથી આ નવરાત્રી ખૂબ ભવ્ય રીતે યોજાઇ હતી અને જેમાં ગરબા સ્પર્ધાનું પણ આયોજન થયું હતું ગરબા સ્પર્ધાના નિર્ણાયક ડૉ.અર્પિતાબેન ચાવડા, ડૉ. ભારતીબેન પટેલ, ડો. પ્રિતેશભાઈ ખુમકીયા અને પ્રા. સંદીપભાઈ દરજીએ વિદ્યાર્થીની બહેનોમાં ત્રણ વિજેતા  અને વિદ્યાર્થી ભાઈઓમાં  ત્રણ વિજેતા જાહેર કર્યા હતા. . સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્યને પ્રેરણાથી વિદ્યાર્થીઓ ઉત્કર્ષ સમિતિના કન્વીનર પ્રા.રાવજીભાઈ સકસેના ડોક્ટર કલ્પનાબેન ત્રિવેદી તથા સાંસ્કૃતિક સમિતિના કન્વીનર ડો. કલ્પનાબેન ભટ્ટ અને સાંસ્કૃતિક સમિતિના સભ્યો દ્વારા સફળ રીતે થયું હતું.ગરબા ના અંતે આચાર્ય એ સખત પરિશ્રમ કરનાર અધ્યાપક ગણ તેમજ ખાસ કરીને બિરદાવી આભાર વિધિ પ્રગટ કરી સેમેસ્ટર -૩ અને સેમ -૫ ના વિદ્યાર્થીઓને યુનિવર્સિટી પરીક્ષાઓની શુભેચ્છાઓ પાઠવી સમાપ્તિ કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: