મહીસાગર જીલ્લા વિવિધ સ્થળ ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાફ સફાઇ કરવામાં આવી
સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223
મહીસાગર જીલ્લા વિવિધ સ્થળ ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાફ સફાઇ કરવામાં આવી
મહીસાગર, ગાંધીજીની ‘સ્વચ્છ ભારત’ની સંકલ્પનાને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગાર્બેજ ફ્રી ઈન્ડીયાનો મંત્ર આપ્યો છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં ચાલી રહેલા વિવિધ સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમોને, આગામી વધુ બે મહિના સુધી એટલે કે તા.15 ઓક્ટોબર થી 16 ડિસેમ્બર-2023 સુધી લંબાવવામાં આવ્યુ છે. ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાએ નક્કી કરેલી વિવિધ પ્રવૃતિઓના ભાગરૂપે તા.16 ઓક્ટોબર થી 21 ઓક્ટોબર દરમ્યાન રાજ્યભરના શહેર અને ગ્રામ્ય વિસ્તારના તમામ મ્યુઝિયમ, હેરિટેજ બિલ્ડિંગ, પુરતત્વીય સાઇટ, મહાપુરૂષોની પ્રતિમા, નદી, તળાવ, પાણીના સ્ત્રોતો, સમુદ્ર કિનારાની સફાઇ વિશેષ ‘સફાઈ અભિયાન’ અંતર્ગત હાથ ધરવામાં આવશે.મહીસાગર જીલ્લામાં સ્વચ્છતાં હી સેવા અંતર્ગત બાલાસિનોર અને વિરપુર તાલુકા ખાતે પ્રતિમાની સાફ સફાઇ, તળાવની સાફ સફાઇ સહિત વિવિધ ગામમાં ગ્રામજનો સાથે મળી સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ. સ્વચ્છ ભારત, સ્વચ્છ ગુજરાત અને સ્વચ્છ મહીસાગર રાખવા આહ્વાન કર્યું હતું.