લીમડી પોલિસ સ્ટેશન વિસ્તારમાં પીકઅપ વાહનમાં ફળોની આડાશમા વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડતી દાહોદ એલ.સી.બી પોલિસ
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
લીમડી પોલિસ સ્ટેશન વિસ્તારમાં પીકઅપ વાહનમાં ફળોની આડાશમા વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડતી દાહોદ એલ.સી.બી પોલિસ ૮૫૬૩૬૦ રૂપિયાનો મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી દાહોદ દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર સતત વોચ રાખતી દાહોદ એલ.સી.બી પોલીસને લીમડી થી લીમખેડા જતાં સેવનીયા ગામે થી ૮૫૬૩૬૦ રૂપિયાનો વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એક આરોપી વિજય રમેશ ડામોર ( રાણાપુર, ઝાબુઆ મ.પ્ર ) ને ઝડપી પાડવામાં સફળતા મેળવેલ છે. દાહોદ એલ.સી.બી પોલીસ ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમીને આધારે મધ્યપ્રદેશ ઝાબુવા તરફથી બોલેરો પીકઅપ ગાડી જેનો નંબર MP-70-G-1012 ફળોના બોક્સની આડમાં વિદેશી દારૂ સંતાડી લીમડી થી લીમખેડા બાજુ જઈ રહેલ હતી. તે સમયે લીમડી થી લીમખેડા જતાં સેવનિયા ગામે પીકઅપ ગાડી ઉભી રાખવા ઇસારો કરતા ગાડીના ડ્રાઈવર દ્વારા દૂર થી જ પીકઅપ ગાડી લઈ ભાગી જવાનો પ્રયાસ કરેલ હતો. દાહોદ એલ.સી.બી પોલિસ દ્વારા ગાડીનો પીછો કરી ગાડીના ચાલકને પીકઅપ ગાડીના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ હતો. દાહોદ એલ.સી.બી દ્વારા પીકઅપ ગાડીની તપાસ કરતા ફળોની આડાશમા વિદેશી દારૂ સંતાડી લઈ જતા ડ્રાઇવરને લીમડી પોલિસ સ્ટેશનમાં લાવી તપાસ આદરી હતી. ત્યાં વધુ ઝીણવટ ભરી તપાસ કરતા પીકઅપ ગઈ માંથી ૨૯૨૪ બોટલ વિદેશી દારૂ જેની કિમત ૩૫૧૩૬૦, પીકઅપ ગાડીની કિંમત ૫૦૦૦૦૦, ૫૦૦૦ નો મોબાઇલ થઈ ટોટલ ૮૫૬૩૬૦નો મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડવામાં દાહોદ એલ.સી.બી ને એક સફળતા મેળવેલ છે.


