પોદાર ઇન્ટેરનેશનલ સ્કૂલ દ્વારા  ત્રણ દિવસ વોલીબોલ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું

નરેશ ગનવાણીનડિયાદ નડિયાદ

પોદાર ઇન્ટેરનેશનલ સ્કૂલ દ્વારા  ત્રણ દિવસ વોલીબોલ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું

રમતગમત અને પર્યટન પ્રવૃત્તિઓ શરીર અને મનના વિકાસમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. તે વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, ડાયાબિટીસને નિયંત્રિત કરે છે, રક્ત પરિભ્રમણને સુધારે છે અને તણાવ સ્તરને નિયંત્રિત કરે છે. રમતો સારી રીતે સંતુલિત માનસિક અને શારીરિક વૃદ્ધિ તરફ દોરી જાય છે અને સ્નાયુઓને ટોન કરે છે અને બધા માટે હાડકાંને મજબૂત બનાવે છે.પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ નડિયાદ હંમેશા રમતગમત અને રમતોને પ્રોત્સાહન આપવામાં માને છે અને સમાજમાં આ અંગે જાગૃતિ લાવવા હંમેશા તત્પર રહે છે.અમને જણાવતા આનંદ થાય છે કે પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ નડિયાદ ૨૬મી ઓક્ટોબરથી ૨૮ મી ઓક્ટોબર ૨૦૨૩ દરમિયાન  વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન શાળા પરિસરમાં કરી રહી છે. આ વોલિબોલ ટુર્નામેન્ટ માં અંડર ૧૯ કેટેગરી માં બોય્સ તથા ગલ્સ એમ  રાજ્યની વિવિધ સીબીએસઈ  સ્કૂલ  માંથી ૧૪૨થી વધુ ટીમો  દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને ૭૫થી વધુ ટીમો આ ટુર્નામેન્ટ માં આપસમાં રમશે. જેમાંથી બોય્સ તથા ગલ્સ ને વિનર તથા રનર અપ ની ટ્રોફી થી સમ્માનિત કરવામાં આવશે.પોદાર ઇન્ટેરનેશનલ સ્કૂલ ના પ્રિન્સિપાલ ડો . યોગેશ જૈન આ ટુર્નામેન્ટ માં પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે ફરજ બજાવશે. સ્કૂલ દ્વારા સંપૂર્ણ કાર્યક્રમ સફળતા થી અને નિર્વિઘ્ને પૂર્ણ થાય તેવું આયોજન કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: