પ્રાથમિક શાળામાં નવરાત્રી પર્વમા પ્રકૃતિ જતનના સંદેશ સાથે બાળકો હાથમાં છોડ લઈ ગરબે ઘુમ્યા.
નરેશ ગનવાણીનડિયાદ
પ્રાથમિક શાળામાં નવરાત્રી પર્વમા પ્રકૃતિ જતનના સંદેશ સાથે બાળકો હાથમાં છોડ લઈ ગરબે ઘુમ્યા
શક્તિ,ભક્તિ અને આરાધનાના પર્વ એવા માં જગત જનની જગદંબાનો નવરાત્રી મહોત્સવ હવે તેના અંતિમ ચરણોમાં છે.ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે.વિશ્વના સૌથી લાંબા ગણાતા એવા નવરાત્રી તહેવારની કપડવંજ તાલુકાના નવાબોભા પ્રાથમિક શાળામાં બાળકો દ્વારા ધામધુમથી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. નવાબોભા પ્રાથમિક શાળામાં ચાલતા પ્રકૃતિ જતન પ્રોજેક્ટ અંતર્ગત શાળાના બાળકો કોઈ પણ ઉત્સવની ઉજવણી પ્રકૃતિને જોડીને કરે છે.શાળામાં નવરાત્રી ઉજવણીમાં બાળકોએ પ્રકૃતિ જતન સંદેશની પ્રેરણા અર્થે હાથમાં છોડ લઈ ગરબામાં રમઝટ બોલાવી ગ્રામજનોને પ્રકૃતિ સંવર્ધન અને જતનનો અનોખો સંદેશો પૂરો પાડ્યો હતો. આ પ્રસંગે ગામના સરપંચ,એસ.એમ.સી.સભ્યો વડીલો,માતાઓ, બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. શાળાના આચાર્ય એ સૌનો આભાર માન્યો હતો. આ વારસો હજુ પણ જળવાઈ રહે એવી માતાજી સૌને શકિત આપે એ જ પ્રાર્થના