ગરબા જોવા જતાં અકસ્માત સર્જાયો,
નરેશ ગનવાણી નડિયાદ
ગરબા જોવા જતાં અકસ્માત સર્જાયો,
મોટરસાયકલ પરથી પડતાં એકનું મોત મહેમદાવાદના શક્તિનગરમા રહેતા ચાર યુવાનો ગત રાત્રે એક મોટર સાયકલ પર ગરબા જોવા જતા હતા. તે સમયે અકસ્માત નડ્યો છે. મોટરસાયકલ ચાલક સામેના વાહનની લાઈટથી અંજાઇ જતા ચારેય મિત્રો મોટરસાયકલ પરથી પડતાં એકનું મોત નિપજ્યું છે. જ્યારે બે લોકોને ઈજાઓ પહોંચી છે.મહેમદાવાદમાં શક્તિનગર વિસ્તારમાં રહેતા સુમિત લાલાભાઇ ચૌહાણ અને તેના ત્રણ મિત્રો એકજ મોટરસાયકલ પર સોમવારે રાત્રે નવરાત્રીના ગરબામાં જઈ રહ્યા હતા. દરમિયાન મધરાતે પરસાતજ ગામની સીમમાં બાઈક ચાલક સુમીત સામેથી આવતા વાહનની લાઈટથી અંજાઈ જતા. બાઈક પરના સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો અને ચારેય લોકો મોટરસાયકલ સાથે નીચે પડ્યા હતા. બાઈક પાછળ બેઠેલા જયપાલસિંહ જયદીપસિંહ દરબાર અને નિલેશ અરવિંદભાઇ સોઢાને ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે હર્ષદભાઈ સોમાભાઈ ડાભી તથા બાઈક ચાલક સુમિત લાલાભાઇ ચૌહાણ બચી ગયા હતા. ઘાયલ બંને લોકોને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં જયપાલસિંહ દરબારને ગંભીર ઈજા થઈ હોવાને કારણે તબીબે મૃત જાહેર કર્યા હતા. જ્યારે નિલેશ સોઢા હાલ સારવાર હેઠળ છે. આ બનાવ સંદર્ભે જયદીપભાઇ મફતભાઈ દરબારે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

