નડિયાદમા સંત કવરરામ સાહેબની વરસી મહોત્સવ ઉજવાશે.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદમા સંત કવરરામ સાહેબની વરસી મહોત્સવ ઉજવાશે
નડિયાદમાં સંત કવરરામ સાહેબની વરસી મહોત્સવ ઉજવાશે, આજે પ્રથમ દિવસે ૩૧ બટુકોને જનોઈ ધારણ કરી, ૨૮મી ઓક્ટોબરે સંત કવરરામ મંડળ દ્વારા શરદપૂનમના ગરબાનુ આયોજન
નડિયાદના જવાહર નગરમાં આવેલ સંત કવરામ મંદિર ખાતે ત્રણ દિવસ સંત કવરરામ સાહેબની વરસી મહોત્સવ દર વરસની જેમ આ વર્ષે પણ ધામધૂમથી ઉજવવામાં આવશે. આજે ૨૫ ઓક્ટોબર બુધવારે પ્રથમ દિવસે ૩૧ બટુકોને જનોઈ ધારણ કરાઈ હતી.
આ ત્રિદિવસીય ઉત્સવમાં સંત કવરરામ સાહેબના પૌત્ર ખાસ હાજર રહેવાના છે. આજે સમૂહ જનોઈમા ૩૧ બટુકો જનોઈ ધારણ કરી હતી. આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત સંત કવરરામ સાહેબના પૌત્ર સાંઈ રાજેશલાલ બટુકોને આશીર્વાદ આપ્યા હતા. ત્રણ દિવસના કાર્યક્રમમાં રાત્રે ૯:૩૦ કલાકે કંવર કલા મંડળ દ્વારા રંગારંગ કાર્યક્રમ થશે. રાત્રે ૧૦:૩૦ વાગે સંત બાબા ટહેલ્યારામ બાલક મંડળ વિનુભાઈ અને શ્યામભાઇ રાજકોટ દ્વારા કાર્યક્રમ થશે.
બીજા દિવસે સાંજે પાંચ વાગે સહેજ પાઠ, સાહેબનો ભોગ શીશ મહેલ અમરધામ ગાદીપતિ ભાઈ સાહેબ અમરલાલના શુભ હસ્તેથી થશે. રાત્રે ૯:૩૦ વાગે કંવર કલા મંડળ દ્વારા રંગારંગ કાર્યક્રમ થશે અને રાત્રે ૧૦:૩૦ વાગે સાંઇ કવરામના પૈત્ર સાંઇ ધીરજલાલ અને તેમના પત્ની રિધ્ધિદેવી દ્વારા કાર્યક્રમ થશે.
ત્રીજા દિવસે રાત્રે ૯:૩૦વાગ્યે કંવર કલા મંડળ દ્વારા રંગારંગ કાર્યક્રમ થશે રાત્રે ૧૦:૩૦ વાગ્યે જાદુગર રવિ દ્વારા કાર્યક્રમ થશે ૨૮ ઓક્ટોબર રાત્રે ૮ વાગ્યે આમ ભંડારો (લંગર) રાત્રે ૧૧ વાગ્યે સંત કવરરામ મંડળ દ્વારા શરદપૂનમના ગરબાનુ આયોજન
કરવામાં આવ્યુ છે. ત્યારબાદ પંલ્લવ સાહેબ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવશે