મેરી મિટ્ટી મેરા દેશ  કાર્યક્રમ અંતર્ગત સરદાર પટેલની જન્મભૂમિ નડિયાદની માટી દિલ્હીમાં અમૃતવન માટે લઈ જવાશે.

નરેશ ગનવાણી નાડીયાદ

મેરી મિટ્ટી મેરા દેશ  કાર્યક્રમ અંતર્ગત સરદાર પટેલની જન્મભૂમિ નડિયાદની માટી દિલ્હીમાં અમૃતવન માટે લઈ જવાશે

મેરી મિટ્ટી..મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્લા ભાજપ દ્વારા જિલ્લામાં થયેલા અનેકવિધ કાર્યક્રમો..અને ગુજરાત  કક્ષાએ કર્ણાવતી,રિવરફ્રન્ટ અને દિલ્હીમાં તા.૩૧મી ઓક્ટોબરના રોજ દિલ્હીના  અમૃતવનના કાર્યક્રમોની   મીડિયા પ્રતિનિધિઓને વિગતો આપવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ યુવા મોરચા પ્રમુખ  પ્રશાંત ભાઈ કોરાટ, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ ,નડિયાદના ધારાસભ્ય અને પૂર્વ મુખ્ય દંડક  પંકજભાઈ દેસાઇએ પત્રકારોને સંબોધ્યા હતા.નડિયાદના  ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે,મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્લામાં ૫૩૫ જગ્યાએ ગામડા અને નગરો તથા શહેરોમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.જે ના પગલે નડિયાદમાં યુવા મોરચા દ્વારા બાઇક રેલી યોજાઈ હતી. બાઇક રેલી નડીયાદમાં સરદાર  પટેલની જન્મભૂમિ..તેમના નિવાસ્થાને પહોંચી હતી.જ્યાંથી માટી લેવામાં આવી હતી.જેને દિલ્હી અમૃત વનમાં લઈ જવાશે. ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમની મહત્તા અને વિગતો  આપી હતી.પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ  પ્રશાંત ભાઈ કોરાટએ જણાવ્યું હતું કે આગામી ૩૧મી ઓક્ટોબરના રોજ દિલ્હીમાં અમૃત મહોત્સવની પૂર્ણાહુતિ છે.દિલ્હીમાં અમૃતવનનું  નિર્માણ થવાનું છે.જ્યાં ગામડે..ગામડે..અને દેશના નગરો  શહેરોની માટી એકત્રિત કરાઇ છે.નડિયાદની સરદાર પટેલની જન્મભૂમિની માટી પણ અમદાવાદ  કર્ણાવતી..રિવરફ્રન્ટ થઈ દિલ્હી  અમૃત વન પહોંચશે.તા.૨૭મી એ અમદાવાદમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર. પાટીલની ઉપસ્થિતિમાં આ માટીના કળશ અર્પણ કરાશે. આ  પત્રકાર પરિષદમાં ધારાસભ્યો    કલ્પેશભાઈ પરમાર, સંજયસિંહ માહિડા,રાજેશભાઇ ઝાલા,ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી જાનવીબેન  વ્યાસ,ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નયના બેન  પટેલ,જિલ્લા ભાજપ સંગઠન મહા મંત્રી અપૂવભાઈ પટેલ,રાજેશ ભાઈ પટેલ,અમિતભાઇ ડાભી વગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: