ઉત્તરસંડા રોડ પર બસ ડીવાઈડર પર ચડી જતા મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા.

નરેશ ગનવાણી નડિયાદ

ઉત્તરસંડા રોડ પર બસ ડીવાઈડર પર ચડી જતા મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા.

નડિયાદમાં બુધવારે બપોરે ઉત્તરસંડા રોડ પર આવેલ સુખ સાગર પાર્ટી પ્લોટ પાસેથી સીટી તરફથી આવતી બસ જે બોરસદ જઈ રહી હતી. ત્યારે  એકાએક  બસ ડીવાઈડર પર ચડી ગઈ હતી. અંદાજીત એક-બે ફુટ ઉંચા ડીવાઈડર પર ચઢી જતા બસમાં બેઠેલા મુસાફરોના થોડા સમય માટે જીવ અધ્ધર થઇ ગયા હતા. જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. ઘટનામાં એક-બે વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચતા જેમને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બસમાં બેઠેલા લોકોએ જણાવ્યું કે, બસ ચાલકની આગળ એક અન્ય મોટરસાયકલને બચાવવા જતાં બસ ડિવાઈડર પર ચઢી ગઈ હતી. જો બસ પલટી ખાઈ ગઈ હોત તો મોટી જાનહાનિ સર્જાત પરંતુ સદનસીબે તમામે તમામ મુસાફરોના જીવ બચી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: