પ્રવીણ કલાલ ફતેપુરા
આદિવાસી નિર્માણ વિદ્યાલય પાણીયા ખાતે ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવી હતી
દાહોદ જિલ્લા આચાર્ય સંઘના વિવિધ હોદાઓની વરણી કરવા માટે 19/10/2023ના રોજ ચૂંટણી પ્રક્રિયા નુ જાહેર નામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું જેમાં સર્વાનું મતે 26/10/2023 ના રોજ દાહોદ જિલ્લા આચાર્ય સંઘના મહામંત્રી તરીકે અલ્કેશ આર પ્રજાપતિ ને વરણી કરવામા આવી પ્રમુખ તરીકે રમેશભાઈ સંગાડા ની વરણી કરવામાં આવી જેથી સમગ્ર આચાર્ય, શિક્ષકો અને શૈક્ષણિક સંવર્ગો, મા ખુશીનો માહોલ છવાયો .સાથે સાથે તેમને ઉત્સાહભેર સન્માનિત કરવામાં આવ્યા. અગાઉની ટર્મ મા અલ્કેશ આર પ્રજાપતિ દાહોદ જિલ્લા આચાર્ય સંઘના સાંસદ હતા તેમને ખૂબ સારી એવી ભૂમિકા ભજવી શૈક્ષણિક જગતના વિવિધ પ્રશ્નોનો શુંચારુ રૂપે ઉકેલ લાવ્યા આવનાર સમયમાં પણ શૈક્ષણિક જગતના વિવિધ પ્રશ્નોનો શું ચારુ રૂપે ઉકેલ લાવશે એવી શૈક્ષણિક જગતની અભિલાષા છે અભિલાષા સાથે જ તેમને સર્વાનું મતે મહામંત્રી પદ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અલ્પેશભાઈ પ્રજાપતિ ને મહામંત્રી પદે નિયુક્ત થતા સર્વે આચાર્યો શિક્ષકોમાં તેઓના નેચર ને અનુસંધાને ખુશી છવાઈ ગઈ હતી અને સર્વે એ આભાર માન્યો હતો