માતરની જીઆઇડીસીમાંથી નકલી ઈનો બનાવતી ફેક્ટરી ઝડપાઈ.
નરેશ ગનવાણી નડિયાદ


માતરની જીઆઇડીસીમાંથી નકલી ઈનો બનાવતી ફેક્ટરી ઝડપાઈ
ખેડા જિલ્લો નકલી ખાદ્ય ચીજવસ્તુઓ એક બાદ એક નકલી ખાદ્ય ચીજવસ્તુઓનો પર્દાફાશ થાય છે. નકલી હળદર, નકલી ઘી હવે નકલી ઈનોના વેપલાનો પર્દાફાશ થયો છે. માતર જીઆઇડીસીમાંથી નકલી ઈનો બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. જેમાં ૩ લોકો સામે કોપીરાઇટ એક્ટ હેઠળ ભંગની ફરિયાદ માતર પોલીસમાં નોંધાઈ છે. અમદાવાદ અમરાઈવાડી વિસ્તારમાં રહેતા અને નેત્રીકા કન્સટંગ એન્ડ ઇન્વીસ્ટીગેશન નામની કંપનીમાં ચીરાગભાઈ નરેશભાઈ પંચાલ સીનયર ફીલ્ડ ઓફીસર તરીકે ફરજ બજાવે છે. જેમાં ચિરાગભાઈને અલગ-અલગ બ્રાન્ડેડ કંપનીઓના કોપી રાઇડ તથા ટેર્ડ માર્કના હક્કોના રક્ષણ માટે ફરીયાદ કરવા માટેનું કામ હોય છે. આ કંપનીને ગ્લેક્ષો ગ્રુપ લીમીટેડ કંપનીના જીએસકે ઈનો ના કોપી રાઇટ હક્કોની ઓથોરીટી મળેલ છે. જે મુજબ ચિરગાભાઈ તેમના સાથીદારો સાથે ખેડા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને સાથે રાખી ખેડા જિલ્લાના માતરમા આવેલ જીઆઇડીસીમા આવેલ એક ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી મોટી માત્રામાં નકલી ઈનોના પાઉચ મળી આવ્યા હતા. ફેક્ટરીમાં સર્ચ હાથ ધરાતા ગ્લેક્ષો ગ્રુપ લીમીટેડ કંપનીના જીએસકે ઈનો ના નકલી પાઉચો મળી આવ્યા હતા. ગણતરી કરતા કુલ ૨૨ હજાર ૨૦૦ પાઉચો કિંમત રૂપિયા ૨ લાખ ૨૨ હજારના મળી આવ્યા હતા. આ બાબતે અધિકારીઓએ ફેક્ટરીમા હાજર ત્રણ લોકો કામરાન મહંમદહુસેન છીપા (રહે.આસ્ટોડીયા, અમદાવાદ), ભગવાનરામ રૂપારામ ભાટી (રહે. રાજસ્થાન) અને શેવાજ ઉર્ફે ગુડ્ડ નસીરઅહેમદ અંસારી (રહે.ઉત્તરપ્રદેશ) ત્રણ ઈસમો પાસે પરવાનો માગતા તે રજૂ કરી શક્યા નહોતા અને આ તમામ પાઉચો બનાવટી હોવાનું જાણવાં મળ્યું હતું.
