દાહોદના ખેલાડીઓએ આંતર કોલેજ કક્ષાએ સફળતા હાંસલ કરીને કોલેજના ઈતિહાસમાં નવો રેકોર્ડ પ્રસ્થાપીત કરેલ છે.
દાહોદ તા.૨૫
દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશ સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ,દાહોદના ખેલાડીઓએ આંતર કોલેજ કક્ષાએ સફળતા હાંસલ કરીને કોલેજના ઈતિહાસમાં નવો રેકોર્ડ પ્રસ્થાપીત કરેલ છે.
નવજીવન સાયન્સ કોલેજ, દાહોદની સ્થાપ્ના ૧૭૩માં થઈ હતી ત્યારથી લઈને અત્યાર સુધીના કોલેજના ઈતિહાસમાં સૌપ્રથમવાર જ આંતર રાજ્ય કોલેજ સ્પર્ધામાં ૨૦ સ્પર્ધાઓમાં ખેલાડીઓએ ભાગ લઈને નવજીવન સાયન્સ કોલેજ,દાહોદના ઈતિહાસમાં એક માઈલ સ્ટોન ઉભુ કરેલ છે. આ ૨૦ સ્પર્ધામાં ૧૩ ભાઈઓની સ્પર્ધામાં અને ૭ બહેનોની સ્પર્ધામાં ભાગ લીધેલ છે તેમજ શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સીટી,ગોધરા સાથે સંલગ્ન તમામ કોલેજામાંથી જે કોલેજામાંથી જે કોલેજામાં ફક્ત એક જ પ્રવાહ ચલાવતી કોલેજામાં પણ સૌથી વધુ સ્પર્ધામાં નવજીવન સાયન્સ કોલેજ,દાહોદના ખેલાડીઓએ ૨૦ સ્પર્ધામાં ભાગ લઈને એક નવો જ કિર્તીમાન સ્થાપેલ છે. આ તમામ ખેલાડીઓએ કોલેજ તેમજ માતૃ સંસ્થાનું નામ રોશન કરેલ છે.