બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ૧.૯૪ લાખની ચોરી કરી ફરાર થઇ ગયા.
નરેશ ગનવાણી નડિયાદ
બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ૧.૯૪ લાખની ચોરી કરી ફરાર થઇ ગયા.
નડિયાદના ડુમરાલ ગામના જૈમીનભાઇ પરિવાર સાથે અમદાવાદ ગયા હતા. તેના બીજા દિવસે સવારે પેપર નાખવા આવેલા યુવકે દરવાજો તૂટેલો જોતા પડોશીને જાણ કરી હતી. જેથી પડોશીએ જૈમીને જાણ કરતા પરિવાર પરત આવી મકાનની તપાસ કરતા સોનાના દાગીના અને રોકડ મળી રૂ ૧.૯૪ લાખની મત્તાની ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યુ હતુ. નડિયાદ તાલુકાના ડુમરાલ ગામમાં રહેતા અને ઝેટકો કંપનીમાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા જૈમિન ગોર તા.૨૭ ઓક્ટોબરે અમદાવાદ સંબંધીના ઘરે ગયા હતા. તેના બીજા દિવસે સવારે છાપુ નાખવા આવેલા યુવકે જૈમિનના ઘરનો દરવાજો તુટેલો જોતા પડોશીને જાણ કરી હતી. પડોશીએ જૈમિનના પરિવારને જાણ કરતા તેઓ અમદાવાદ થી નડિયાદ પરત આવ્યા ત્યારે મકાનના દરવાજાના તાળા તુટેલા હતાં જ્યારે મકાનમાં તપાસ કરતા લાકડાના કબાટ ના તાળા તૂટેલા હતા તેમજ ઘરનો સરસામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. જેથી તપાસ કરતા ઘરમાં રહેલા સોના દાગીના અને રોકડ મળી કુલ રૂ ૧.૯૪ લાખની મત્તાની ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યુ હતુ. આ બનાવ અંગે જૈમિન નારણભાઇ ગોરે નડિયાદ રૂરલ પોલીસમાં અજાણ્યા શખ્સો સામે ગુનો નોધાવ્યો છે. પોલીસે તસ્કરોને પકડી પાડવા માટે ડોગ્સ સ્કોડ અને ફિંગર પ્રિન્ટની મદદથી તપાસ હાથ ધરી છે.