નડિયાદ નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર અધ્યક્ષતામાં પશુપાલકો સાથે મીટીંગ યોજાઇ.
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર અધ્યક્ષતામાં પશુપાલકો સાથે મીટીંગ યોજાઇ
નડિયાદ નગરપાલિકા દ્વારા નગરપાલિકા ભવન ખાતે નડીયાદના પશુપાલકોને બોલાવીને શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના પરીપત્ર મુજબ નડીયાદ શહેરની પશુઓની સમસ્યાને નિવારવા માટે મીટીંગ રાખવામાં આવી હતી. જેમાં મુખ્ય અધિકારી રૂદ્રેશભાઇ હુદડ અને પ્રમુખ શ્રી કિન્નરીબેન શાહ તથા નડીયાદ નગરપાલિકા ઢોર ડબા વિભાગના અધિકારી સાથે રહીને પશુપાલકોને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. જેમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગમાંથી આવેલ પરીપત્ર મુજબની ગાઈડલાઈન મુજબ નડીયાદમાંથી આવેલ દરેક વિસ્તારના પશુપાલકોને સમજણ આપવામાં આવી હતી અને તેઓને નીચે મુજબ સૂચનાઓની અમલવારી ક૨વા સૂચના આપવામાં આવી હતી. જેમાં તેઓના વિસ્તારમાંથી બીનવારસી ગાયો બહાર મૂકવાની તથા જાહેર માર્ગ ઉપર ગાયો ન આવે તેની તકેદારી રાખવા સાથે પરીપત્ર મુજબ પોતાની ગાયોની પરમીટ લેવા તથા ટેગ કરાવવાની કામગીરીમાં સહયોગ આપવા અને આજુબાજુ વિસ્તારમાં રહેતા બીજા પશુપાલકોએ ગાયોને રોડ ઉ૫૨થી દુર રાખવા તથા પોતાના વાડામાં કેપેસીટી પ્રમાણે ગાયો રાખવા સમજણ આપવામાં આવી હતી. જે પશુપાલકોએ માન્ય રાખી રૂબરૂ સહીં કરી સહમતિ આપવામાં આવી હતી.
