ઝાલોદમાં પોલીસે બોર્ડર પરથી ૨.૨૬ લાખની મિરાજ તબાકુનો જથ્થો ઝડપી પાડ્યો : રાજસ્થાનમાંથી આવતી બિનવારસી ટ્રક માંથી ૨૭ મિરાજના કાર્ટૂન ઝડપાયા આવશ્યક ચીજ વસ્તુઓની આડમાં તમ્બાકુનો નગરમાં મોટાપાયે વેપાર ધમધમી રહ્યો છે
ગગન સોની/ધ્રુવ ગોસ્વામી
ઝાલોદ તા.27
ઝાલોદ તાલુકામાં લોકડાઉનમાં તમ્બાકુનો કાળો કારોબાર ધમધમી ઉઠ્યો હતો.રાજસ્થાન માંથી કેટલાક વેપારીઓ દ્વારા તંબાકુનો મોટાપાયે જથ્થો આવશ્યક ચીજ વસ્તુઓ અનાજ અને શાકભાજી ની આડમાં લાવીને તમ્બાકુનો કાળો કારોબાર કરવામાં આવતો હોવાની સતત ફરિયાદ ઉઠવા પામી હતી.જેને લઈને જિલ્લા કલેક્ટરથી લઈને પોલીસ વિભાગ આખો સતર્ક બન્યો હતો.ત્યારે ઝાલોદ પીએસઆઇ હાર્દિક દેસાઈ રાત્રીના સમયે બોર્ડર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.તે દરમિયાન રાજસ્થાન માંથી તંબાકુનો જથ્થો લઈને આવેલી GJ20U1773 નંબરની ટ્રક અનવરપુરા ગામના ઈંટોના ભઠ્ઠા પાસે બિનવારસી ઝડપાઇ ગઈ હતી.પોલીસે આ ઘટનામાં મીરાજના ૨૭ કાર્ટૂન ઝડપી પાડીને ૨.૨૬ લાખના તંબાકુના જથ્થા સાથે ટ્રક મળીને કુલ ૭.૨૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને બિનવારસી ટ્રક સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.અને આ ટ્રક કોની છે તેમજ માલ ક્યાં લાવી જવાતો હોવાની આગળની તપાસ હાથ ધરી હતી.
#sindhuuday dahod