પકડાયેલા દારૂનો વહીવટ કોન્સ્ટેબલે કર્યો, પોલીસ ફરીયાદ નોધાઇ.
નરેશ ગનવાણી નડિયાદ

પકડાયેલા દારૂનો વહીવટ કોન્સ્ટેબલે કર્યો, પોલીસ ફરીયાદ નોધાઇ નડિયાદ રૂરલ પોલીસે ગુનામાં કબ્જે કરેલ દેશી દારૂનો જથ્થો પોલીસ સ્ટેશનની અંદરથી જ હેડકોન્સ્ટેબલે ચોરી કરી દારૂના બુટલેગરને વેચી દીધો હતો. જોકે આ બુટલેગરની ધરપકડ થતાં પુછપરછ દરમિયાન તેણે સમગ્ર મામલે ઘટસ્ફોટ થયો સમગ્ર મામલે નડિયાદ ટાઉન પોલીસ મથકે અ.હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. નડિયાદ રૂરલ પોલીસના માણસોએ સલુણ એક્સપ્રેસ હાઈવે પરથી ૫૦ લીટર દેશી દારૂ સાથે બુટલેગર કમલેશ રાવજીભાઈ તળપદા રહે.સરદાર ભવન પાછળ, ખાડવાસ, નડિયાદને પોલીસે ઝડપી પાડ્યો હતો. જે દરમિયાન ઝડપાયેલ મુદ્દામાલ રાઇટર હેડ પાસે જમા કરાવવાનો હતુ પરંતુ જે તે વખતે બીજી બાતમી મળતા પોલીસના માણસો મુદ્દામાલને જમા કરાવવાના બદલે પોલીસ સ્ટેશનમાં લોકઅપ સામે સુરક્ષિત મૂકી અન્ય કામગીરી કરવા પહોંચ્યા હતા. ત્યારબાદ ઝડપાયેલ આરોપીની અટકાયત કરી બીજા દિવસે કોર્ટમાં રજૂ કરતા આરોપીને જામીન મળી ગયા હતા. જે દરમિયાન પ્રોહીબીશન મુદ્દામાલ રાઇટર હેડને જમા કરાવવાનો હોવાથી કામગીરી કરનાર કર્મચારી અક્ષયભાઈએ પોલીસ સ્ટેશન ખાતે આવી જોતા મુદ્દામાલની ત્રણ બેગો ગાયબ હતી.જે વિશે ફરજ ઉપર હાજર એએસઆઈને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે એક વ્યક્તિ તેમજ આપણા પોલીસ સ્ટેશનના એલ.આઈ.બી. અ.હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ પ્રહલાદસિંહ બકલ સાથે આવેલા અને બે પાંચ મિનિટ પહેલા જ મુદ્દામાલ લઈને બહાર નીકળ્યા છે. જેથી અક્ષયભાઈએ પોલીસ સ્ટેશનના ઝાંપા પાસેથી જ પોલીસ કર્મી યશપાલસિંહ તેમજ બુટલેગર કલમેશ તળપદા સાથે ઉભેલા મળી આવ્યા હતા. હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ ઉપરોક્ત મુદ્દામાલ બાબતે પૂછતાં જ તેઓ હુ હમણાં આવું છું તેમ કહી ત્યાંથી જતા રહ્યા હતા. બુટલેગર કમલેશ તળપદાની ફરી ધરપકડ જામીન પર છુટેલો બુટલેગર દેશી દારૂના મુદ્દામાલ સાથે રૂરલ પોલીસ મથક બહારથી મળી આવ્યો હતો. જેની પૂછપરછ કરતા તેને આ મુદ્દામાલ યશપાલસિંહે જ લેવાનું કહ્યુ હોવાની કબુલાત કરી હતી. આ સમગ્ર ઘટના ક્રમ પોલીસ સ્ટેશનના સીસીટીવીમાં પણ કેદ થયો હતો. ત્યારે પોલીસ કર્મી સાથે મળી ગુનાને અંજામ આપનાર કમલેશની બુટલેગર કમલેશને પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરતા તેણે પોલીસને જણાવ્યું કે, દારૂનો મુદ્દામાલ પોલીસ મથકમાંથી કાઢવા બાબતે આ હેડકોન્સ્ટેબલ યશપાલસિંહે મદદ કરી હતી. પરંતુ હજુ સુધી મળી આવ્યો ન હતો.
