બિલોદરા જેલમાં કાચા કામના કેદીએ ગળેફાંસો ખાઈ જીદંગીનો  અંત આણ્યો.

બિલોદરા જેલમાં કાચા કામના કેદીએ ગળેફાંસો ખાઈ જીદંગીનો  અંત આણ્યો.

નડિયાદ બિલોદરા જેલમાંકાચા કામના આરોપીએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે.પોલીસે અકસ્માતે મોતનોગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નડિયાદ બિલોદરા જેલમાં  આણંદથી ટ્રાન્સફર કરાયેલ આરોપી અમિત ગુલાબસિંહ મકવાણા, (ઉ. વ,૧૮) ને બેરેક નંબર ૪માં રાખવામાં આવ્યો હતો. બેરેકની પાછળ આવેલા ઝાડ સાથે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે.બનાવની જાણ ઈન્ચાર્જજેલરને થતા તેઓ ઘટના સ્થળે દોડીગયા હતા અને નડિયાદ રૂરલ પોલીસનેજાણ કરતા પોલીસ ઘટના સ્થળેઆવી ગઈ હતી. લાશને ઝાડ પરથીનીચે ઉતારી પંચ કેસ કર્યા બાદ પીએમમાટે મોકલી આપી હતી.જેલમાં ગળે ફાંસો ખાનારઅમિત મકવાણા સામે ભાદરણપોલીસ સ્ટેશનમાં બળાત્કારનો ગુનો નોંધાયો હતો. તેને પાંચ નવેમ્બર ૨૦૨૩નારોજ ટ્રાન્સફર વોરંટ પરથી નડિયાદનજીક બિલોદરા જેલમાં લાવવામાંઆવ્યો હતો. અમિત મકવાણાએકયા કારણસર ગળે ફાંસો ખાધો એપ્રશ્ન મહત્ત્વનો બન્યો છે. એવી પણચર્ચા ચાલે છે કે તેને કોઈ મળવા આવ્યો હોય અને માનસિક ટોર્ચરઆપ્યો હોય તેના કારણે આ પગલુંભર્યું હોવાની શક્યતા તેજ બનીગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!