પડોશીને ઠપકો આપવા ગયેલા દાદાને યુવકે માથામાં લાકડું મારતાં મોત નિપજ્યું.

પડોશીને ઠપકો આપવા ગયેલા દાદાને યુવકે માથામાં લાકડું મારતાં મોત નિપજ્યું.

ગળતેશ્વરમા પાડોશી યુવકે દીકરીની મશ્કરી કરતા ઠપકો આપવા ગયેલા મહેન્દ્રભાઇ નાયકને  યુવાને લાકડું મારતાં તેઓનું મોત નિપજ્યું છે. પીએમ રીપોર્ટમાં માથાના પાછળના ભાગે હેમરેજ આવતાં સેવાલીયા પોલીસમા યુવાન સામે હત્યાની ફરિયાદ નોંધાઈ છે. ગળતેશ્વર તાલુકાના પાલી ગામે રહેતા ૩૫ વર્ષીય મહેન્દ્રભાઈ બળવંતભાઈ નાયકની   દીકરી રાધાબેન  ૬ નવેમ્બરના રોજ પોતાના ઘરેથી પોતાની માતા સાથે લાકડા વીણવા ગયેલ હતી. લાકડા વીણીને પરત દીકરી અને તેની માતા ઘરે આવી રહ્યા હતા. ત્યારે પાડોશમાં રહેતા રવિ કિશનભાઇ ભીરભડિયા એ  રાધાબેનની મશ્કરી કરી હતી. દીકરીએ પોતાના પિતાને વાત જણાવતા મહેન્દ્રભાઈ અને તેમના પિતા બળવંતભાઈ નાથાભાઈ નાયક બન્ને લોકો રવિ ના ઘરે ગયા હતા.રવિને ઠપકો કરતા રવિને લાગી આવતા તે ઉશ્કેરાઈ ગયો હતો. ત્યારબાદ મહેન્દ્રભાઈ અને તેમના પિતા બળવંતભાઈ બંને પોતાના ઘરે આવી ગયા હતા. અને બળવંતભાઈ પોતાના ઘરના પગથિયાં પાસે ઊભા હતા. ત્યારે આ રવિએ એક લાકડાનું જુડિયુ લઈ બળવંતભાઈને માથાના પાછળના ભાગે મારી દીધું હતું. ગંભીર રીતે ઘાયલ બળવંતભાઈને તુરંત  સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા.  તેમને  સારવાર કરાયા બાદ રજા આપતા તેઓ ઘરે આવી ગયા હતા. અને આઠમી નવેમ્બરના રોજ તેમને પોતાના ઘરે ખેંચો આવતા 108 એમ્બ્યુલન્સ દ્વારા  બળવંતભાઈને સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે બળવંતભાઈને મૃત જાહેર કર્યા હતા. જે તે સમયે અપ મૃત્યુની નોંધ કરવામાં આવી હતી. પરંતુ પરિવારજનોને પાકો શક હોય અને પીએમ કરાવતા તેમાં પણ મરણ જનાર બળવંતભાઈને પાછળના ભાગે હેમરેજ થયું હોવાનું ખુલ્યું હતું. આથી આ બનાવ સંદર્ભે મહેન્દ્રભાઈ નાયકે રવિ કિશનભાઇ ભીડભડીયા સામે સેવાલિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી  છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: