નડિયાદમાં શ્વાન આડુ ઉતરતા મોપેડ ચાલક જમીન પર પટકાતા મોત નિપજયુ.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદમાં શ્વાન આડુ ઉતરતા મોપેડ ચાલક જમીન પર પટકાતા મોત નિપજયુ
નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારના મિશન રોડ પર મેથોડીસ્ટ ચર્ચની સામે રહેતા રેનીસન રમણભાઇ પરમાર નોકરી પૂર્ણ કરી મોપેડ લઇ ઘરે પરત આવી રહ્યા હતા. ત્યારે મિશન રોડ પર નવા ફળિયાની સામે રોડ પર અચાનક શ્વાન આવતા રેનીસને મોપેડને બ્રેક મારતા મોપેડના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા મોપેડ સ્લીપ ખાઈ જતા જમીન પર પટકાયો હતો. તેથી માથામાં અને શરીરે ઈજા પહોંચી હતી. ઘવાયેલા રેનીસનને તાત્કાલિક સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ૧૫મીએ રેનીસનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

