ખેડા જિલ્લા કલેકટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઇ.

નરેશ ગનવાણી નડિયાદ

ખેડા જિલ્લા કલેકટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઇ

જિલ્લા કલેકટર  કે. એલ. બચાણીની અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે ખેડા જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં મહુધા ધારાસભ્ય સંજયસિંહ મહિડા અને માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારે બેઠકમાં હાજર રહી તમામ અધિકારીઓને લોકઉપયોગી કાર્યો કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર કે. એલ. બચાણી દ્વારા બેઠકમાં ઉપસ્થિત તમામને નૂતન વર્ષની શુભેચ્છા આપી જિલ્લાનાં નાગરીકોની સમસ્યાઓનો ત્વરિત ઉકેલ લાવવા માટે યોગ્ય કાર્યવાહી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. ઉપરાંત કલેક્ટરએ તમામ અધિકારીઓને ધારાસભ્યોના સંકલનમાં રહી જિલ્લાના નાગરીકોના હિત માટે કામ કરવા જણાવ્યું હતુ. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી  શિવાની ગોયલ અગ્રવાલ, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, અધિક નિવાસી કલેક્ટર બી. એસ. પટેલ સહિત જિલ્લાના અને તાલુકાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: