નડિયાદમાં મોટા પડદા પર નગર જનો એ મેચની મજા લીધી.
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદમાં મોટા પડદા પર નગર જનો એ મેચની મજા લીધી
અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને આસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલફાઈનલ મેચનું
લાઈવ પ્રસારણ નિહાળવા માટે નડિયાદ ઈપ્કોવાલા હોલમાં મોટા પડદાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. નડિયાદ
નગરપાલિકા પરિવાર તથા નવરગ બીટ્સ ગ્રુપ દ્વારા મોટા પડદા પર મેચનું લાઇવ પ્રસારણનું આયોજનકરવામાં
આવ્યું હતું. ઈપ્કોવાલા હોલ ક્રિકેટ રસિકોથી ભરાઈ ગયો હતો. આ ઉપરાંત નગર સહિત જિલ્લામાં અનેક
સ્થળોએ મોટા પડદા ઉપર મેચનું લાઇવ પ્રસારણનુ આયોજન કરવામાં આવ્યું હતું. બપોર પછી દરેક ઘરોમાં ટી.વી સામે મેચ નિહાળવા માટે પરિવારજનો બેસી ગયા હતા.
તેમજ બપોરે પછી મેચને લઇને અગત્યના કામ સિવાય ઘરેથી બહાર નીકળવા નટાળ્યું હતું. નગરના પાન મસાલા દુકાન તેમજ અન્ય દુકાનો ઉપર ટી.વીમાં મેચ નિહાળવા માટે લોકોના ટોળા જોવા મળ્યા હતા. બપોર પછી સમગ્ર જિલ્લો ક્રિકેટમય બની ગયો હતો.
