પુરપાટ દોડી જતો છકડો સામેથી આવતા છકડા સાથે ધડાકા ભેર અથડાવતાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એક આધેડ મહિલા સહીત
દાહોદ તા.૨૬
દેવગઢ બારીયા તાલુકાના ડાંગરીયા ગામે નર્સરી પાસે રોડ પર ગતરોજ બપોરે પુરપાટ દોડી જતો છકડો સામેથી આવતા છકડા સાથે ધડાકા ભેર અથડાવતાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એક આધેડ મહિલા સહીત બે જણાને ગંભીર ઇજાઓથતાં તે પૈકી આધેડ મહિલાનું દે.બારીયા સરકારી દવાખાને સારવાર દરમ્યાન મોત નિપજ્યાનું જાણવા મળેલ છે.
બપોરના બાર વગ્યાના સુમારે એક છકડા ચાલક તેના કબજાનો છકડો રોંગ સાઇડે અને પુરઝડપે ગફલતભરી રીતે હંકારી લઇજઇ દે,બારીયા તાલુકાના ડાંગરીયા ગામે નર્સરી પાસે રોડ ઉપર સામેથી આવતા રાઇટ સાઇડમાં આવી રહેલા છકડા સાથે ધડાકાભેર અથડાવતાં પોતાના કબજાનો છકડો ઘટના સ્થળ પર મૂકી નાસીજતાં સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છકડામાં બેઠેલા પીપલોદ ગમના માતાન વડ ફળીયામાં રહેતા ૫૦ વર્ષીય બુધલીબેન ચતુરભાઇ ઝેરાભાઇ બારીયા તથા રયજીભાઇ કોદરભાઇને જમણો પગ ભાંગીજવા પામ્યો હતો તેમજ શરીરે ઇજાઓ થવા પામીહતી જેથી તાબડતોબ ૧૦૮ એમ્બુલન્સ વાનને બોલાવી બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે દે.બારીયા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા જયાં ૫૦ વર્ષીય બુધલીબેન ચતુરભાઇ ઝેરાભાઇ બારીયાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
આ સંબંધે પીપલોદ ગામે રહેતા બુધલીબેન ચતુરભાઇ બારીયાના દીયર બાબુભાઇ ઝેરાભાઇ બારીયાએ દેવગઢ બારીયા પોલિસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા આ સંદર્ભે પોલિસે ગુનો નોંધી આગળ તપાસ હાથધરી છે.