અમેરિકાના પેન્સિલવેન્યા સ્ટેટ સરકારના  પ્રતિનિધિઓએ વડતાલ મંદિરની મુલાકાત લીધી.

નરેશ ગનવાણી નડિયાદ

અમેરિકાના પેન્સિલવેન્યા સ્ટેટ સરકારના  પ્રતિનિધિઓએ વડતાલ મંદિરની મુલાકાત લીધી

આજરોજ ઇન્ડો અમેરિકન સોસાયટી ઓફ સ્ક્રેન્ટનના પ્રમુખ અલ્પેશ પટેલ સાથે અમેરિકાના પેન્સિલવેન્યા સ્ટેટ સરકારના એરૌન કોફર (નાણા – આરોગ્ય અને પરિવહન સમિતિના સભ્ય) અલેક જોસેફ – ગ્રાહક સુરક્ષા અને ટેક્નોલોજી સમિતિના સભ્ય વગેરે પ્રતિનિધિઓએ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરીને આશીર્વાદ ગ્રહણ કર્યા હતા. સુવર્ણ મંદિર – દેવના શૃંગાર વગેરેથી અતિપ્રભાવિત થયા હતા. સંસ્થાના મુખ્યકોઠારી ડો સંત સ્વામી – શ્યામ સ્વામી , આનંદ સ્વામી ઉજ્જૈન – ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ , ખેડા કો. બેંકના ચેરમેનશ્રી તેજસ પટેલ વગેરેએ હાર ગ્રંથ અને પ્રસાદ આપીને અભિવાદન કર્યુ હતું. ત્યારબાદ વડતાલમાં આકાર લઈ રહેલ નૂતન અક્ષરભૂવન બાંધકામ સાઈડની મુલાકાત લીધી. ગ્રેનાઈટ પત્થરના સ્તંભો વિષે રસપૂર્વક ચર્ચા કરી હતી. ત્યારબાદ જ્યાં ભગવાનશ્રી સ્વામિનારાયણ બેસતા તે બેઠક જ્ઞાનબાગની મુલાકાત લઈને પાર્ષદ લાલજી ભગત પાર્ષદ કનુભગતના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!