દાહોદમાં ૧,૨૦,૦૦૦ રૂ.નો વિમલનો જથ્થો ઝડપી પોલીસે આરોપીની ધરપકડ કરી
ગગન સોની / ધ્રૃવ ગોસ્વામી
દાહોદ,તા.૦૨
લોકડાઉનના પગલે તમાકુંનુ સેવન કરનારા લાકો બેબાકળા બની ગયા છે. જેની લઈને તમાકુંની માગમાં પણ ગજબનો વધારો થયો છે. તેને જાતા કેટલાક તંબાકુના કાળાબજારીના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે.
એવામાં દાહોદના કતવારા પોલીસે સીમલિયા ખુર્ડ ગામેથી વિમલનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીના આધારે સીમલિયા ખુર્ડ ગામેં રહેતા પ્રવીણ સાડીયા હાડાના ઘરે છાપો મારતા વિમલનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ૧,૨૦,૦૦૦ નો જથ્થો ઝડપી પાડી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
#Sindhuuday Dahod

